રાજકોટ મહાનગરપાલિકાએ પોતે અને ખાનગી સંસઓના સહયોગી શહેરના વિવિધ સર્કલોનું ીમ બેઇઝ્ડ બ્યુટીફિકેશન કર્યું છે, તેમ મેયર શ્રી બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તેમણે આ વિષયમાં વધુ વાત કરતા કહ્યું હતું કે, સિટી બ્યુટીફિકેશનની ઝુંબેશમાં શહેરની વિવિધ સંસઓએ મહાનગરપાલિકા સો જોડાઈને “સ્વચ્છ ભારત મિશનને બળ પ્રદાન કર્યું છે. સ્વાભાવિકરીતે જ જનભાગીદારી વગર સ્વચ્છ શહેરની ઝુંબેશ અધુરી ગણાય પરંતુ શૈક્ષણિક અને સામાજિક સંસઓએ પોતાની નૈતિક જવાબદારી નિભાવી વહીવટી તંત્રનો ઉત્સાહ બેવડાવ્યો છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે, શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર, રેસકોર્સ રિંગ રોડ પર, ૮૦ ફૂટ રોડ પર, ભાવનગર રોડ પર, તેમજ શહેરની મધ્યમાં સ્તિ વિવિધ સર્કલો કોઈ ને કોઈ થીમ પર આધારિત બ્યુટીફિકેશન ધરાવે છે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાએ મેટલ વેસ્ટ અને પથ્રમાંથી બનાવડાવેલા વિવિધ સ્કલ્પચર પણ શહેરમાં વિવિધ સ્ળોએ મુકેલા છે. એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર ડીવાઈડરનાં સેન્ટ્રલ એલાઇનમેન્ટ દ્વારા રસ્તા વાઈડનિંગનાં માધ્યમી તેને સુંદર આકાર આપવામાં આવેલ છે. તો, કેકેવી ચોકમાં એર ફોર્સનું મિગ ફાઈટર વિમાન અને ફ્લેમિંગો પક્ષીની પ્રતિકૃતિઓ મુકી આ ચોકને જોવા લાયક બનાવવામાં આવ્યો છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર સ્થિત ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પાસેી શીતલ પાર્ક જતા રસ્તામાં ડીવાઈડર મુકી આ રસ્તાની શિકલ પણ ફેરવી નાંખવામાં આવેલ છે.
દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહુમાળી ભવન ચોક સર્કલ ખાતે, નાનામવા ચોક સર્કલ ખાતે, માલવિયા પેટ્રોલ પંપ ચોક, પ્રધ્યુમન પાર્ક ઝૂ, એરપોર્ટ રોડ, રેસકોર્સ રિંગ રોડ પર લાઈફ બિલ્ડીંગ સામે, આજી ડેમ માછલી ઘર પાસે, તેમજ અન્ય ચોકમાં પથ્રના શિલ્પ અને મેટલ વેસ્ટમાંથી બનેલા પુતળા મુકવામાં આવેલ છે. આ ઉપરાંત રેસકોર્સ રિંગ રોડની સુંદરતા વધારવા માટે લોખંડની નવી ગ્રીલ મુકવામાં આવી છે. રેસકોર્સની અંદર સ્વિમિંગ પૂલ પાસેની ગલીને બેહદ સુંદર સ્વરૂપ આપી બ્યુટીફિકેશન કરવામાં આવેલ છે.