દુધનું દુધ પાણીનું પાણી
ભારત એક કૃષિપ્રધાન દેશ છે ત્યારે પશુપાલન ખેતી સાથે સંકળાયેલો એક મહત્વનો વ્યવસાય છે. ત્યારે ખાસ પશુપાલનના મુખ્ય ઉત્પાદન દુધની વાત કરવામાં આવે તો દુધની ગુણવતાને લઈ હાલમાં ઘણા પ્રશ્નો સામે આવ્યા છે. ભારતમાં દુધનું કુલ વપરાશ ૬૫૦૦૦ કરોડ લીટર છે. ત્યારે દુધનું કુલ ઉત્પાદન ૫૦૦૦૦ કરોડ લીટર છે. તો પ્રશ્નો એ રહ્યો છે આ વધારાનું ૧૫૦૦૦ કરોડ લીટર આવે છે.
કયાંથી? ખાસ તો વધતી જતી ભેળસેળનાં કારરે દુધની ગુણવતા ઘટી રહી છે. જેને લઈને અબતકની ટીમ દ્વારા દુધની ડેરીના માલીક, મીઠાઈનાં વેપારી, ગૃહિણી દુધનાં ઘરઘરાઉ વેપારીઓ, રાજકોટ ડેરી સાથે ખાસ વાતચીત કરવામાં આવીહતી. જેમાં તેમણે પોતાના પ્રશ્નો વિશે વાત કરી હતી અને સરકાર પાસે કરેલી અનેક અરજીઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
રાજકોટ ડેરીની પ્રક્રિયા
સૌરાષ્ટ્રનાં લોકોને ઉચ્ચીગુણવતામાં અને સુધ્ધતા પૂર્વક દુધ, દહિ, છાસ, ઘી, પેન્ડા, રાજકોટ ડેરી દ્વારા પૂરા પાડવામાં આવે છે. ખાસ તો સૌરાષ્ટ્રના ગામડામાંથી રોજે દુધ આવતુ હોય છે. આ ઉપરાંત આ દુધ બીએમસી આવે છે.બીએમસીમાં દુધ આવે તેમાં સીલ લગાવેલ હોય છે. ગામડેથી આવતા દુધમાં કોઈ ચોરી કે ભેળસેળના થાય તેન, માટે સીલ લગાડવામાં આવેતુ હોય છે.સીલ ખોલ્યાબાદ દુધનું સેમ્પલીંગ કરવાની આવે છે. આ સેમ્પલને લેબોરેટરીમાં એફ.ટી.૧ મશીનમાં દાખલ કરવામાં આવે છે. અને એફ.ટી.૧ મશીનમાં ફેટ, એસ.એન.એફ. પ્રોટીન, ભેળસેળનાં અમુક તત્વો જેવા સત્તર પેરામીટરનું ટેસ્ટીંગ થાય છે. ત્યારબાદ જ બીએમસીમાં આવેલ દુધને આગળ પ્રોસેસ માટે સાયલોમાં મોકલવામાં આવે છે. સાયલોમાં દુધ પાસ્ચ્યુરાઈઝ થાય છે. આ પાસ્ચ્યુરાઈઝ દુધનું સેમ્પલ કયુસી લેબમાં મોકલવામાં આવે છે. અને ત્યારબાદ જે તે પ્રોડકટને તેના ફેટ પ્રમાણે ડિવાઈડ કરી કરવામાં આવે છે.
ત્યારબાદ એચ.એન.એસ.ટી. મશીનમાં દુધને ટ્રાન્સફર કરવામાં આવે છે. અને અંતે દુધનું પેકિંગ થાય છે. પેકીંગ થયા બાદ તેમાંથી પણ સેમ્પલ લઈ લાસ્ટ ચેકીંગ કરવામાં આવે છે. પેકીંગ થયેલ દુધ, છાસ, દહીને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરવામાં આવે છે. ત્યારબાદ જેતે એજન્સીની ગાડીઓ તેમનો સામાન લઈને સૌરાષ્ટ્રના શહેરથી લઈને ગામડાઓમાં પણ પહોચાડે છે.રાજકોટ ડેરીનાં ઈન્ચાર્જ મેનેજીંગ ડિરેકટર દિલીપ હિરપરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે દુધ તેની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે. તેના માટે ખાસ કારણભૂત ભેળસેળ છે પરંતુ કો-ઓપરેટીવ ડેરીની વાત કરતા જણાવ્યું કે, ગુણવતા બાબતે ઘણી કેર કરાય છે. દુધ આવે ત્યારથી લઈને દુધની કોથળી રેડી થઈ જાય ત્યાં સુધીમાં દુધનું ત્રણ વખત ચેકિંગ કરવામાં આવે છે. દુધની ગુણવતા જાળવવા માટે ઘણા બધા મોંઘા સાધનો રાજકોટ ડેરીમાં વસાવાયા છે.
ભાવ નિર્ધારણ વિશે જણાવ્યું કે, ગાય, ભેંસ તેમ પ્રાણીને લઈને ભાવ નકકી કરાતા પરંતુ ફેટ પ્રમાણે ભાવ નકકી કરવામાં આવે છે. ગાયનું દુધ સામાન્ય રીતે સાડા ચાર ફેટ સુધીનું હોય છે. આ ફેટ પર ભાવ નિર્ધારણનું અને વર્ગીકરણનું કારણ એક છે કે દુધ માંથી ઘી પણ બનાવવામાં આવે છે. સારું ઘી બને તે માટે યોગ્ય ફેટનું દુધ જરૂરી છે. ગાયના દુધનાં ઓછા ભાવનું કારણ ફેટ છે. આ ઉપરાંત ફેટ વિશે વધુમાં ઉમેર્યું કે ગાયનાં દુધનો ઓછો ભાવ તેના ઓછા ફેટના કારણે છે.
દુધ બગડવાના કારણો વિશે વાત કરતા જણાવ્યું કે, સારું દુધ બગડવાના કારણો બેકટેરિયા છે અને આ બેકટેરીયા દુધમાં વધે નહીં તે માટે દુધનું પાસ્ચ્યુરાઈજેસન કરવામાં આવે છે. જે બેકટેરીયા હાર્મફુલ છે. તેનો નાશ થઈ જાય તે માટે દુધને લો ટેમ્પરેચરમાં રાખવામાં આવે છે.
ખાસ કરીને ગામડામાંથી જે દુધ આવે છે ત્યારે તે દુધમાં કવોલીટીના પ્રશ્ર્નો ના ઉદભવે તે માટે ગામડાઓમાં જયાં મોટુ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં દુધના ફેટની લઈને તમામ ફેકટર માપવા માટેની કિટ આપવામાં આવી છે. આ ઉપરાંત બીએમસી સેન્ટરમાં દુધને લોકલ ઠંડુ કરાતું હોય છે. ત્યાં એડલટેન્સન કિટ આપવામાં આવી છે. રસ્તામાં દુધની ચોરી ના થાય તે માટે દરેક ટ્રકમાં જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી છે. દુધની ગાડી પોઈન્ટ સિવાય કયાંય પણ ઉભી રહે અથવા રૂટ ડાયવર્ટ થાય તો તે પણ જીપીએસ થ્રુ ખબર પડે છે.
ગાય, ભેંસ જેવા દુધાળા પ્રાણીનો ખોરાક સામાન્ય રીતે ઘાસ, નીણ, ખવડાવવામાં આવતો હોય છે ત્યારે જો ગાય કે ભેંસને દાણ કે ખોળ ખચરાવામાં આવે તો દુધની ઉત્પાદકતા વધે છે. ઘણા લોકો ઓકસીટેશનના ઈન્જેકશન આપે છે તો આવા ઈન્જેકશન ખુબ જ હાનિકારક છે. માનવ શરીર માટે કયુ દુધ લેવું તે વ્યકિતના શરીર પર આધાર રાખે છે જે વ્યકિતએ હૃદયરોગની તકલીફ હોય તેમણે ઓછા ફેટવાળુ દુધ લેવું જોઈએ. દુધમાં પ્રોટીન ભરપુર હોય છે. પ્રોટીન અને દુધને કોઈ જ સંબંધ નથી. દુધ ઉપરાંત છાશ, દહીં, ઘી, પેંડા, સંજીવની દુધનું પણ રાજકોટ ડેરીમાં ઉત્પાદન કરવામાં આવે છે. છાશ માટે બહારથી સ્પેશ્યલ બેકટેરિયા મંગાવવામાં આવે છે અને આજ બેકટેરીયાનું જ મેરવણ નાખવામાં આવે છે. આ છાશને પણ પાસ્ચ્યુરાઈઝ કરવામાં આવે છે.
દુધ, છાશનું જે પેકિંગ લોકો સુધી પહોંચે છે તેની વાઈ બે દિવસની હોય છે. જે પાઉચ પર પણ લખવામાં આવે છે પરંતુ જાળવણી માટે તેને યોગ્ય ટેમ્પરેચર મળે તે પણ જરૂરી છે. ખાસ તો રાજકોટ ડેરીમાં અમુલનું દુધ ગોપાલની છાશ, અમુલની છાશ, અમુલનું દહીં, અમુલ ઘી, ગોપાલ ઘી, ગોપાલના પેંડા, સંજીવની મિલ્ક બનાવવામાં આવે છે. રાજકોટ ડેરીમાં સાડા ચાર લાખ લિટર રોજનું દુધનું માર્કેટ તથા ૬૦ હજાર લીટરની આસપાસ છાશનું માર્કેટ છે.રાજકોટ ડેરીના અદ્યતમ સામગ્રી વિશે જણાવ્યું કે ગુણવતા જાળવી રાખવા માટે એટલા અદ્યતન મશીન છે કે જેમાં પાણી, વેજીટેબલ ફેટ કે કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવી હોય તો ડિટેકટ થઈ જાય છે. નકલી દુધ અને અસલી દુધ બંને દેખાવમાં સરખા હોય છે પરંતુ દુધને ગરમ કર્યા બાદ દુધ ઠંડુ પડે ત્યારે જો અસલી દુધ હોય તો યોગ્ય મલાઈ દેખાય છે. જયારે નકલી દુધમાં મલાઈમાં મલાઈ ખુબ જ ઓછી બને છે.
સંજીવની મિલ્ક એ ગર્વમેન્ટનાં એક પ્રોજેકટ અંતર્ગત બનાવવામાં આવે છે. જે બાળકોમાં કુપોષણ છે. તેવા બાળકોને પુરતુ પોષણ મળી રહે તે માટે પછાત વિસ્તારમાં આવેલ સ્કુલના બાળકોને સંજીવની દુધ આપવામાં આવે છે. સંજીવની દુધ એ ફલેવર્ડ દુધને આ દુધમાં અલગથી પ્રોટીન્સ ઉમેરવામાં આવે છે.
રાજકોટની પ્રખ્યાત મીઠાઈ એટલે કે શિવશકિત ડેરી ફાર્મ તેના માલિક મનસુખભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેવો મીઠાઈ બનાવવા માટે ગીર ઉપરાંત રાજકોટનાં આજુબાજુના ૫૦ કિમીના ગામડાઓ માંથી દુધ મંગાવે છે. રોજે ઓર્ડર પ્રમાણે દુધની ખરીદી કરતા હોય છે. આ ઉપરાંત જો દુધ વધે તો તેનો તેવો દહીં બનાવામાં ઉપયોગ કરે છે. ખાસ તો મીઠાઈના ઓર્ડરને ધ્યાનમાં લઈ દુધની ખરીદી કરવામાં આવે છે.વધુમાં તેમણે ઉમેર્યું છે કે દુધની મીઠાઈ બનાવવા માટે દરેક મીઠાઈમાં અલગ-અલગ ફેટના દુધની જરૂર હોય છે. રાજકોટમાં પ્રખ્યાત થાબળી, પેંડા, બરફી આ મીઠાઈમાં સાત ફેટનું દુધ જોઈએ છે. ફેટની સાથોસાથ એલ.આર, એસ.એન.એફ. જોવા મળે છે. ત્યારબાદ મીઠાઈમાં દુધનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ તો પેંડામાં ૩૦ એલ.આર દુધમાં હોવું જોઈએ. શ્રીખંડમાં અલગ ફેટ જોઈએ ત્યારે બંગાળી મીઠાઈ માટે ગાયનું દુધ સ્પેશિયલ ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત અમુક સંજોગો વસાત હાલમાં દુધમાં ભેળસેળનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. હાલમાં શુઘ્ધ દુધની જરૂર માત્ર મીઠાઈઓમાં નથી પરંતુ લોકોની જીવન જરૂરીયાતનો દુધ એક ભાગ છે અને આ જરૂરીયાત યોગ્ય રીતે સંતોષાય તે જરૂરી છે. તેથી લોકો પણ ભેળસેળ કરી રહ્યા છે. તેમને કોઈપણ પ્રશ્ન હોય તો તે અંગેના નિવારણ વિશે વિચારવું જોઈએ પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવી જોઈએ નહીં.ડો.દર્શના પંડયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દુધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. ખાસ કરીને જે લોકો શાકાહારી છે. તેમના માટે દુધ સંપૂર્ણ આહાર ગણાય છે. કારણકે તેમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે. કાર્બોહાઈડ્રેડસ જેવા તત્વો હોય છે. દુધમાં ભેળસેળ વિશે જણાવ્યું કે, ભેળસેળ બે રીતે ગણી શકાય.
કુદરતી ભેળસેળ અને માનવસર્જિત ભેળસેળ લોકો યુરિયા, તેલ જેવા કેમીકલ્સનું મિશ્રણ કરી જે દુધ બનાવે છે જેનાથી કેન્સર થવાનું રિશ્ક વધી જાય છે. જે-તે માણસ માટે નકલી દુધ અતિ ખતરનાક છે. પહેલા માધારીઓ ઢોરને વ્યવસ્થિત સારવતા અને આ ઢોર દુધાળા હતા.હાલમાં ડિમાન્ડની તુલનામાં સપ્લાય ખુબ જ ઓછી છે. હાલમાં આ વર્ષ થોડુ નબળુ છે. ઘાસચારાની અછત છે. જેથી આગામી દિવસોમાં હજુ પણ આ પ્રશ્ન વિકરાળરૂપ ધારણ કરશે. ગાય કે ભેંસ ઓછુ દુધ આપતા હોય તો તેમને ઓકસીટેશનનાં ઈજેકશન આપવામાં આવે છે. પરંતુ આ ઈન્જેકશનના કારણે દિકરીઓ વહેલી માસિકમાં આવે છે. મહિલાઓની ગર્ભધારણ શકિત ઘટે છે. જેના કારણે ઓકસીટેશન ઈન્જેકશન પર સરકારે રોક મુકી છે. આ ઉપરાંત સ્તન કેન્સરનાં કારણોમાંથી એક કારણ ઓકસીટેશન છે.
હાલના યુગમાં દિવસેને દિવસે વિગન લોકોનું પ્રમાણ વધતું જાય છે. તેનું મુખ્ય કારણ દુધમાં હવે વિશ્વસનીયતા રહી નથી. વધુમાં જણાવ્યું કે, નાનુ બાળક જન્મે ત્યારે માતાનું દુધ પીવડાવવામાં આવે છે. કારણકે તેનું મુખ્ય કારણ એ છે કે માતાના દુધમાં કોઈ ભેળસેળ થઈ શકે નહીં. દુધ ન પચવાના કારણ વિશે જણાવ્યું કે, લોકોની અમુક માન્યતાઓ હોય છે કે ગાયનું દુધ નથી પચતું ભેંસનું દુધ નથી પચતું તો આ બાબત યોગ્ય છે. જે વ્યકિતને લેકટોઝ ઈનટોલેરન્સનો રોગ હોય તો તે વ્યકિતને કોઈપણ દુધનું પાચન થતું નથી. આ ઉપરાંત ગાયનું દુધમાં ચરબીનું પ્રમાણ ઓછુ હોય છે. તેથી તે પચવા માટે સરણ ગણવામાં આવે છે અને ગાયનું મેડિકલી કમ્પોઝીશન માતાના દુધને મળતું હોય છે. તેથી ગાયનું દુધ વધારે હિતાવહ છે અને પાચકપણ છે.દુધનાં વેપારી હિરાભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેવો છેલ્લા ૧૨ થી ૧૫ વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પાસે ૪૫ થી ૫૦ ગાયો અને ભેંસો છે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું કે, ૫૦%થી વધુ દુધના વેપારીઓ અત્યારે ભેળસેળ કરે છે. ખરેખર સાચુ દુધ વેંચનારા વેપારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેમના અનુભવો વાગોળતા તેમણે જણાવ્યું કે, ઘણીવાર મહિલાઓ તેમને વાત કરે છે કે દુધમાં હાલ દિન-પ્રતિદિન ભેળસેળ વધતી જાય છે. આ ઉપરાંત દુધમાં થતી ભેળસેળને બંધ કરવી જોઈએ.
ગૃહિણી હેમાબેન પાંચાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પહેલા તેઓ પોતે પોતાના હાથે જ ભેંસને દોહીને દુધ પીતા હતા. ત્યારે દુધની ગુણવતા સારી હતી. આ ઉપરાંત તેમનું નાનપણની વાત વાગોળતા તેમને જણાવ્યું કે, તેવો આખો દિવસ જમતા ન હતા પરંતુ માત્ર ને માત્ર દુધ પિતા હતા. આ ઉપરાંત હાલના સમય વિશે વાત કરતા જણાવ્યું કે, હાલમાં દુધમાં અલગ જ વાસ આવે છે. જેના કારણે હવે દુધ પીવું જ ગમતું નથી અને ચા બનાવાય તો તેનો સ્વાદ પણ આવતો નથી.ગૃહિણી આશાબાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં પુરા પૈસા ચુકવ્યા છતાં દુધ યોગ્ય ગુણવતાવાળુ નથી મળતું જેના કારણે છાશ બનાવવામાં પણ મુશ્કેલીઓ પડે છે ત્યારે ખાસ કરીને તેઓએ છેલ્લા ૩૦ વર્ષમાં ૩૦થી પણ વધારે દુધ લેવાની જગ્યા બદલેલ છે પરંતુ તેમને કોઈપણ જગ્યાએથી તૃષ્ટીગુણ મળ્યો નથી. ઘરે જયારે ઘરની ગાયુ છે, ભેંસને દોહીને ગરમ કર્યા બાદ જે મલાઈ થતી તે મલાઈ હાલમાં જોવા મળતી નથી. દુધને ગમે તેટલું ઉકાળવામાં આવે મલાઈ બનતી જ નથી. પહેલા તો માતા-પિતા બાળકોને પરાણે દુધ પીવડાવતા પરંતુ હાલમાં તો દુધ પીવડાવતા પહેલા વિચાર કરવો પડે છે.
ગાયનાં દુધનાં ફાયદા
ગાયનાં દુધમાં વિટામીન એ હોય છે જે બીજા પશુનાં દુધમાં નથી હોતું.
ગાયનું દુધ પીવાથી શરીરનાં રોગો દુર થાય છે. રોગ પ્રતિકારક શકિત વધે છે.
યાદશકિત માટે ગાયનું દુધ લાભદાયી છે.
ગાયના દુધ પીવાથી લોહિની ઉણપ દુર થાય છે અને લોહી ઝડપથી બને છે.
પેટના કેન્સરથી છુટકારો મેળવવામાં ગાયનું દુધ લાભદાયી છે.
ભેંસના દુધનો ફાયદો
ભેંસનું દુધ ઘાટુ હોય છે તેના કારણે આઈસ્ક્રીમ, ઘી, દહીં ખુબ જ ગુણવતાવાળા બને છે.
જે લોકોને શરીરમાં ચરબી એટલે કે જે લોકો પાતળા હોય તેમના માટે ભેંસનું દુધ ફાયદાકારક છે.
ભેંસનું દુધ હાડકાને મજબુત બનાવે છે.
ઊંટડીના દુધના ફાયદા
ઊંટડીનું દુધ રોગપ્રતિકારક શકિત વધારે છે.
બાળકોને માટે ખાસ ઊંટળીનું દુધ લાભદાયી છે. કુપોષણથી પીડાતા બાળકોએ ઊંટડીનું દુધ ચોકકસથી પીવું જોઈએ.
ઊંટડીનું દુધ ડાયાબીટીસનાં દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે.
ઊંટડીનાં દુધમાં ૫૨ યુનિટ ઈન્સુલિન હોય છે. જે શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધારે છે.
બીજા દુધના કમ્પેરમાં ઊંટડીના દુધમાં વધારે ઈન્સુલીન હોય છે.
ઊંટડીનું દુધ લિવર સાફ કરે છે.
ઊંટડીનો દુધના સેવનથી ત્વચા ગ્લોવિંગ બને છે.
ઉંટડીના દુધનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન બનાવવા કરવામાં આવે છે.
બકરીનાં દુધનો ફાયદો
બકરીના દુધમાં દુર્ગંધ હોવાથી લોકો પસંદ નથી કરતા પરંતુ તેમાં રહેલા ઔષધિય ગુણોને કારણે બકરીનાં દુધમાં દુર્ગંધ આવે છે.
બકરીનું દુધ ડેન્ગ્યુના દર્દીઓ માટે આ દુધ અતિ ઉતમ મનાય છે. અનેક રિસર્ચનાં આધારે જાણવા મળ્યું છે કે બકરીનું દુધ, સોજેલા ભાગ અને દાજેલા ભાગ માટે રાહતદાયી છે.
શરીરમાં વજન ઓછુ કરવા માટે બકરીનું દુધ લાભદાયી છે.
આવી રીતે બનાવાય છે નકલી દુધ
સામગ્રી:- શેમ્પુ, ડીટરજન્ટ પાવડર, યુરિયા ખાતર, દુધ, ખાંડ, મિલ્ક પાવડર, સોયાબીન તેલ
સોયાબીન તેલને એક બાઉલમાં લેવામાં આવે છે. સોયાબીન તેલ અસલી દુધ સાથે સરળતા ભળે છે. ફીણ અને ફેટ માટે થોડુ સેમ્પુ સોયાબીનમાં ઉમેરવું બંનેનું મિશ્રણ થતા સફેદ કલરનું પ્રવાહી બને છે. આ મિશ્રણમાં મિલ્ક પાવડર ખાંડ અને પાણી નાખીને બ્લેન્ડર વડે હલાવાથી આ મિશ્રણ દુધ જેવું દેખાય છે.
આ નકલી દુધમાં પણ શેમ્પુના કારણે અસલી દુધની જેમ ઉપર ફીણ દેખાય છે.
બનાવટી દુધમાં ફેટ માટે યુરીયા ઉમેરવામાં આવે છે.
અંતમાં બ્લેન્ડર ફેરવી દુધ તૈયાર થાય છે.
તૈયાર થયેલ નકલી દુધમાં અડધો લીટર અસલી દુધ ઉમેરતા આ દુધ તૈયાર થાય છે. આમ નકલી દુધ બનતું હોય છે.