પ્રગતિ હોસ્પિટલમાં જામકંડોરણાના ગરીબ પરિવારનો આધાર ટકી ગયો: ડો.અમિત હપાણી, ડો.અંકુર સિણોજીયા અને ટીમના
અથાગ પ્રયાસોથી યુવાન હાલ સ્વસ્થ: મુલાકાતે આવેલા ડો.હપાણી અને ડો.સિણોજીયાને ‘અબતક’ પરિવારે પાઠવ્યા અભિનંદન
કુદરતનો કરિશ્મા અને તબીબોની મહેનત રંગ લાવી
ડેન્ગ્યુ અને એ.આર.ડી.એસ. જેવી ગંભીર બિમારી સાથે બેભાન હાલતમાં હોસ્પિટલે પહોંચેલ યુવાન દર્દીનું હૃદય બંધ થઈ ગયું પણ અનુભવી તબીબોની તાત્કાલીક સારવારના કારણે યુવાનનું હૃદય ફરી ધબકતું થયું અને કુદરતનો ચમત્કાર થયો હોય એમ પાંચ દિવસની સારવારમાં સાત વખત પોલીમોર્ફીક વી.ટી. અને ટોર્સાડીસ (હૃદયની એવી ગંભીર સ્થિતિ કે સેક્ધડમાં સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ થઈ શકે) થયું અને હૃદય ફરી ધબકતું થયું ત્યારે તબીબો અને યુવાનના પરિવારજનોમાં રાહતની લાગણી જન્મી છે. ગરીબ પરિવારનો આધારસ્તંભ બચી જતા તબીબોએ પણ સંતોષનો શ્ર્વાસ લીધો છે. પ્રગતિ હોસ્પિટલના જાણીતા ફિઝીશ્યન ડો.અમિત હપાણી, ઈન્ટેસ્ટીવીસ્ટ ડો.અંકુર સિણોજીયા તથા તેમની ટીમના અથાક પ્રયાસો પર કુદરતની મહેરબાની થતાં ગરીબ પરિવારના યુવાનને નવજીવન મળ્યું. ગંભીર બિમારી સાથે આવેલ યુવાન હાલ સ્વસ્થ થઈ ઘરે જવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે તબીબો અને હોસ્પિટલની ટીમ પણ કંઈક સારું કર્યાનો સંતોષ લઈ રહી છે.
આ કેસ અંગે માહિતી આપતા ડો.અમિત હપાણીએ જણાવ્યું હતું કે, ગત તા.૧૫મીએ સાંજના સમયે અમારી હોસ્પિટલ પર ઈમરજન્સીમાં જામકંડોરણા પંથકના દલીત યુવાન જયેશ પરમારને બેભાન હાલતમાં લઈને તેમના સગા આવ્યા હતા, અમો સારવાર શરૂ કરીએ એ પહેલાં તો યુવાનનું હૃદય બંધ પડી ગયું પણ ડો.હપાણી, ઈન્ટેસ્ટીવીસ્ટ ડો.અંકુર સિણોજીયા સહિતની ટીમે તાત્કાલીક પમ્પીંગ અને શોક થેરાની દ્વારા સારવાર કરતા યુવાનનું હૃદય ફરી ધબકતું થઈ ગયું અને અમોએ દર્દીને આઈ.સી.યુ.માં દાખલ કરી આગળની સારવાર શરૂ કરી હતી. જયેશ પરમારને ડેન્ગ્યુ સાથે એ.આર.ડી.એસ.ની ગંભીર બિમારી હતી. પ્રગતિ હોસ્પિટલમાં અદ્યતન આઈ.સી.યુ.ની સવલત ઉપલબ્ધ હોય યુવાનને સતત વેન્ટીલેટર ઉપર રાખી સધન સારવાર ચાલુ હતી એ દરમિયાન પાંચ દિવસમાં સાત વખત યુવાનની તબીયત વધુ ખરાબ થતાં મોતની નજીક પહોંચી ગયા જેવું થયું હતું. સતત તબીબો અને અનુભવી ટીમની દેખરેખ હેઠળ હોય દર વખતે પમ્પીંગ અને શોક થેરાપી જેવી તાકિદની સારવાર સમયસર મળી રહેતા યુવાનનું હૃદય ફરી ધબકતું થયું અને હાલ આ યુવાન સ્વસ્થ થઈ ગયો છે. વેન્ટીલેટર પણ નીકળી ગયું છે અને બે-ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે.
ડો.સિણોજીયાએ સંતોષ સાથે જણાવ્યું કે, યુવાન દર્દી અમારે ત્યાં આવ્યા ને હૃદય બંધ થઈ ગયું ત્યારે જો અમો દર્દીની બચાવી શકયા ન હોત તો અમારી ટીમને પણ અફસોસ રહેત કે હોસ્પિટલ સુધી પહોંચેલ યુવાનને અમે બચાવી ન શકયા, પણ કુદરતને કંઈક સારું મંજૂર હતું એટલે અમારી મહેનત રંગ લાવી અને યુવાન બચી ગયો. યુવાનની સારવાર માટે રાજકોટના જાણીતા કાર્ડીયોલોજીસ્ટ ડો.ધર્મેશ સોલંકીનું માર્ગદર્શન પણ મળ્યું હતું. સારવારમાં ડો.અમિત હપાણી, ઈન્ટેસ્ટીવીસ્ટ ડો.અંકુર સિણોજીયા, ડો.અફઝલ ખોખર, ડો.વિશાળ ખાંડવી તથા અનુભવી નર્સીંગ સ્ટાફ સતત ખડેપગે રહ્યાં હતા. ડો. હપાણી અને ડો.સિણોજીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
પ્રગતિ હોસ્પિટલને કારણે જ જયેશભાઈ આગળની જિંદગી પહેલાની જેમ જીવી શકશે
દરદી જયેશભાઈ પરમારનાં મોટાભાઈ કમલેશભાઈ પરમારે જણાવ્યું કે તેવો ચાવંડી ગામની આવે છે છેલ્લા એક મહિનાથી તેવો અન્ય હોસ્પિટલમાં દાખલ હતા. ત્યાંથી પંદર દિવસ પહેલા તેવો પ્રગતિ હોસ્પિટલ ખાતે આવેલા જયેશભાઈને ડેન્ગ્યુની બિમારી હતી. પરંતુ પ્રગતિ હોસ્પિટલમાં તેવો દાખલ થયા ત્યારે તેમનું હૃદય બંધ થઈ ગયું ત્યારે ઈલેકટ્રીક શોક આપીને તેમનું હૃદય ફરી ચાલુ કરાવાયું અને આવતી કાલે તેવોને રજા મળી જશે. હવે જયેશભાઈ ચાલી શકે છે તેમની આગળની જીંદગી હવે તેવો પહેલાની જેમ જીવી શકશે.