થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે, આમિર ખાનની Dangal ચીનના ૧૦, ૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થશે પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, ચીનના સૌથી મોટા મલ્ટીપ્લેકસ ચેન વાંડા સિનેમાઝ ઘણા થિયેટર્સમાં ફિલ્મ રિલીઝ કરી રહ્યા નથી. Dangal નાં બહુ ઓછા શોઝ જોઈ ચીનના એક સિનેમા રાઈટરે લખ્યું કે, શું દંગલને વાંડાએ બાયકોટ કરી દીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચેન સિનેમામાં ૧,૬૫૭ સ્ક્રીન્સ છે, જે હવે વધીને ૩૦૦૦ થવાની છે. પ્રાપ્ત માહિતી મુજબ, દંગલ ફક્ત ૩૭ સ્ક્રીન્સ પર બતાવવામાં આવી રહી છે, જે પૂરી સ્ક્રીન્સનો ફક્ત ૧% છે. બેઈજિંગમાં વાંડા થિયેટર્સમાં દંગલનાં ફક્ત 3 શોઝ ચાલી રહ્યા છે અને કાલથી તો ત્યાં એક પણ શો હશે નહિ.
આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘દંગલ’ એકવાર ફરીથી અખાડામાં આવી ગઈ છે. ભારતમાં તાબડતોડ કમાણી અને ઘણા રેકોર્ડ્સ તોડ્યા પછી એકવાર ફરીથી દંગલ નવો રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. જી હાં, આજે ૫ મે નાં રોજ દંગલ ચીનમાં રિલીઝ થઇ રહી છે. ખબરોની માનીએ તો ફિલ્મ દંગલ ચીનમાં ૯૦૦૦ સ્ક્રીન પર રિલીઝ થઇ રહી છે. જે પોતાનામાં એક મોટો રેકોર્ડ છે. દંગલ ચીન બોલિવુડ અથવા ભારતની સૌથી મોટી ફિલ્મ હશે કારણકે જેટલી સ્ક્રીન્સ પર બાહુબલી પૂરી દુનિયામાં રિલીઝ થઇ છે, આમિરની દંગલ ફક્ત ચીનમાં તેટલી સ્ક્રીન્સ પર રિલીઝ થઇ રહી છે. બીજી તરફ, ખાસ વાત એ છે કે, ચીનમાં જ નહિ કોઈપણ દેશમાં કોઈ બોલિવુડ ફિલ્મ રિલીઝ થનાર આ ફર્સ્ટ ફિલ્મ છે. આ દ્રષ્ટિએ હવે આ વખતે બોલિવુડની બે સુપરહિટફિલ્મ આમને-સામને હશે.
બીજી દિલચસ્પ વાત એ છે કે, બાહુબલીએ અત્યાર સુધી ૭૭૦ કરોડની લગભગ કમાણી કરી લીધી છે. બીજી તરફ, દંગલની વૈશ્વિક કમાણી ૭૨૩ કરોડ હતી. એટલે કે, બંને ફિલ્મ પોતાનામાં ૧૦૦૦ કરોડનાં સફર બરાબરીની સાથે શરુ કરશે. તેવામાં જોવું રહ્યું કે, બાજી કોના હાથમાં આવે છે. એટલું જ નહિ ફિલ્મ દંગલનું નામ ચીનમાં બીજું નામ પણ રાખવામાં આવ્યું છે.ચીનની ભાષામાં દંગલ ‘શુઓઈ જીયાઓ બાબા’ તેનો મતલબ છે પિતાજી ચલો કુશ્તી લડે. જો કે, આમિરનાં ફેંસ ચીનમાં પણ ઘણા છે એટલે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ફિલ્મને દમદાર રિસ્પોન્સ મળશે. કારણકે તેમની છેલ્લી 3 ફિલ્મ પીકે, 3 ઈડિયટ્સ અને ધૂમ 3 ચીનના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે.