બર્ફીલા રસ્તાઓ પર આવેલા પહાડોને કાપી નવો રસ્તો તૈયાર
બરફીલા પ્રદેશની સેર કરનારા લોકો માટે એક ખુબ જ સારા સમાચાર છે. ઠંડીની મોસમમાં બરફથી ઢંકાયેલા રહેતા લદાખ, જમ્મુ-કાશ્મીરનો માર્ગ હવે બારેમાસ ખુલ્લો રહેશે જેને લઈ સહેલાણીઓની સાથે સાથે દેશને પણ લાભ થશે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ઠંડા રણપ્રદેશમાં હવે કારગિલ જિલ્લાના જાસ્કરના રસ્તે હિમાચલ પ્રદેશમાં મનાલીથી ડબલ લેન મોટર લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે.
જેના દ્વારા હવે બારેમાસ લદાખની મુલાકાત લઈ શકાશે. ઉલ્લેખનીય ૧૯૯૯માં પાકિસ્તાન દ્વારા કારગીલમાં ઘુસી અટેક કરવામાં આવ્યો હતો અને હવે આ રસ્તા દ્વારા પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ નવો રૂટ આંતરરાજય જોડાણને વધારશે અને સામાજિક આર્થિક લાભ થશે.
બીઆરઓના પ્રોજેકટ વિજયક અંતર્ગત પર્વતોને કાપવામાં આવશે અને તેમાંથી જ રસ્તો બનાવવામાં આવશે. મહત્વનું છે કે લદાખ સુધી પહોંચવાનો આ ત્રીજો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. હાલ શ્રીનગર લેહ અને મનાલી લેટ રૂટ સહેલાણીઓ માટે ચાલુ જ છે. બર્ફીલા રસ્તા પર મોટર સાઈકલની મોજ માણવા યુવાનો આતુર છે અને હવે આ નવો માર્ગ થતા ચારથી પાંચ મહિના રોડ બંધ રહેતો હતો તે હવે બારેમાસ ખુલ્લો રહેશે.