ઓખા મંડળના આરંભડા ગામે આવેલ જલારામ મંદિરનું સંચાલન જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અહીં તિથી ભોજન, બટુક ભોજન, સત્સંગ ભજન જેવી અનેક પ્રવૃતિ ચલાવવામાં આવે છે. મંદિરની બાજુમાં ૩૦ જલારામ આવાસો તથા એક વિશાળ જલારામ હોલ બનાવવામાં આવેલ છે.
અહીં સમાજ સેવાના અનેક કાર્યો થાય છે. ઓખા સાગરભુવને ચાલતી કથાના કથાકાર સંત મથુરાદાસબાપુ આ મંદિરની મુલાકાતે આવ્યા હતા. અહીં બાપાના ચરણોમાં તેમનું સન્માન અહીંના ટ્રસ્ટી પ્રમુખ મનસુખભાઈ બારાઈએ તેમને સાલ ઓઢાડી મોમેન્ટો આપી કર્યું હતું તથા કથાના સંગીત કલાકારોને ઉપરણા ઓઢાડી આ મંદિરના પુજારાએ વિશેષ સન્માન કર્યું હતું. અહીં કથાકારે મંદિરને દેવભૂમિ દ્વારકાનું વિરપુર ગણાવ્યું હતું.