તબીબી ચકાસણી કાર્યક્રમમાં ડોકટરની વેશભુષામાં અદભૂત રીતે તૈયાર થયા ભૂલકાઓ
ભાવિ નાગરીક બાળકોનું સ્વાસ્થ્ય ખૂબજ જરૂરી છે. અને માતા-પિતા તેના બાળખોની તબીયતને લઈ હંમેશા ચિંતામાં રહેતા હોય છે. ત્યારે બાળકોના સ્વાસ્થ્ય અંગે રાજયસરકાર દ્વારા પણ અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે રાજયકક્ષા આયોજીત આરોગ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ડોકટરોની વેશભૂષામાં અદભૂત રીતે તૈયાર થયેલા નિર્દોશ બાળકો મુખ્યમંત્રીને મળીને રાજીના રેડ થયા હતા. બાળકોએ સ્વાસ્થ્યની કેળવણી માટે સ્વચ્છતા અને સુઘળતાના પણ સંકલ્પો લીધા હતા. તો કેટલાક બાળકોએ તો ભવિષ્યમાં ડોકટર બનવાના પણ નિર્ણયો લીધા હતા. સરકારની સ્વાસ્થ્ય અંગેની સરાહનીય કામગીરીને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો.