છેલ્લા ૩૦ વર્ષથી એઇડસ જનજાગૃતિનું સતત સક્રિય રીતે કાર્ય કરનાર એઇડસ પ્રિવેન્ટન કલબના ચેરમેન અરુણ દવે કે જેમાં વન મેન આર્મી ની જેમ કાર્યરત છે. વૈશ્ર્વિક સ્તરે સરાહના મેળવી ચુકયા છે.
અરૂણ દવેનું વિશ્ર્વ એઇડસ દિવસ નીમીતે સુરત ખાતે યોજાયેલ ગુજરાત સરકારના એઇડસ કંટ્રોલ સોસાયટીના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) ના હસ્તે સન્માન થનાર છે. આ તકે સુરતના મેયર ડો. જગદીશ પટેલ ઉ૫સ્થિત રહેશે.
સરકાર દ્વારા આ દિવસે રેલી-પોસ્ટર પ્રદર્શન પોસ્ટર લોન્ચીંગ એવોર્ડ સમારોહ, જેવા કાર્યક્રમો સંજીવકુમાર ઓડીટોરીયમ નવી આર.ટી.ઓ કચેરી સામે યોજવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરુણ દવે ૧૯૮૭ થી એઇડસ વિરોધી લડાઇ વન મેન આર્મી તરીકે લડી રહ્યા છે. વિશ્ર્વમાં સૌથી મોટી રેડરીબન સતત ત્રણ વર્ષ ૨૦૧૪-૧૫-૧૬ માં બનાવી રેકોર્ડ કરેલ જયારે મોબાઇલ હેલ્પ લાઇન ૯૮૨૫૦ ૭૮૦૦૦ ની સાથે એઇડસ નું પ્રથમ મેગેજીન એઇડસ ન્યુઝ લાઇન શરુ કરેલ. અઢી લાખથી વધુ કાઉન્સેલીગ કરનાર અરુણ દવે ની વિશ્ર્વ આરોગ્ય સંસ્થા યુ.એન.એઇડસ નાકાો મુનિસેફ જેવી વૈશ્ર્વિક સંસ્થાએ સરાહના કરી છે. દેશ વિદેશમાં નામ રોશન કરનાર અરુણ દવે ને એઇડસ કંટ્રોલ સોસાયટી ગુજરાતના પ્રો. ડાયરેકટર ડો. રાજેશ ગોપાલ, ડો. મુધર ચાવલા, સહીત રાજકોટના તમામ અધિકારીઓ પદાધિારીઓએ શુભેચ્છા પાઠવી છે. ઇન્ડીયન મેડીકલ એસો. તથા તબીબી ક્ષેત્રના તમામ વિભાગે પણ અભિનંદન પાઠવેલ છે.