રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ ખાતે
રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં યોજાયા કાર્યક્રમો
રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ- સી.એમ.પૌષધશાળા ખાત પૂ.ભાગ્યવંતાબાઈ મહાસતીજીની પુણ્યતિથીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગુણાનુવાદનો કાર્યક્રમ ૨૬મી પુણ્યતિથી નિમિતે રાખવામાં આવેલ હતો તેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ નિમિતે શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં ૮૦ એકાસણા કરવામાં આવેલ હતા. સાઘ્વીરત્ના પૂ. સાધનાબાઈ મહાસતીજીની નિશ્રામાં છેલ્લા ૩ મહિનાથી ‘જય માણેકની જોડી, કર્મ નાખે તોડી’ ચાલી રહ્યા હતા તે આરાધકો રોયલપાર્ક ઉપાશ્રય પધારીને તપસમ્રાટના ચરણમાં જાપની માળા તથા પ્રેમ રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના હસ્તે અર્પણ કરેલ હતા. સી. એમ. પૌષધશાળા ઓમાનવાળા ઉપાશ્રયના ઉપલક્ષે છેલ્લા ૧ વર્ષથી પૂ.ભાગ્યવંતાબાઈ મહાસતીજીની પુણ્યસ્મૃતિ ઉપલક્ષ દિવ્ય જાપનું આયોજન વિવિધ સંઘોમાં કરવામાં આવેલ હતું.
રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.એ પૂ.ભાગ્યવંતાબાઈ મહાસતીજીને શ્રદ્ધાંજલી આપતા જણાવેલ હતું કે, અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મહાસતીજીની ગુરૂણી તરીકે મહાનતા હતી તેથી જ તેમની પાછલી ઉમરે દીક્ષા શકય બની. રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે પૂ.બાસ્વામીના સંથારાના વિવિધ સંસ્મરણો તાજા કરી ભાવાંજલી આપી હતી. તેમજ સંથારા નિમિતે રાજકોટને બે-બે ઉપાશ્રયના નઝારાણા મળ્યા હતા તેનો ઋણ સ્વિકાર કરેલ હતો. ૪૮ વર્ષ સુધી પાણીસુધાનો આજીવન ત્યાગ કરનાર સુશ્રાવિકા માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠને પણ સર્વ પૂજય ગુરુવર્યો તથા પૂજય મહાસતીજીઓ તેમની ત્યાગ અને વૈયાવચ્ચની ભાવનાને બિરદાવીને ભાવાંજલી અર્પણ કરી હતી.