જયારે વાત એક માતાની કરવામાં આવે ને ત્યારે તેની ઈચ્છાએ નથી હોતી કે મારે માત્ર દીકરો જોઈએ છે કે દીકરી પરંતુ તેની ઈચ્છા હોય છે કે તેના ગર્ભમાં રહેલ બાળક તંદુરસ્ત,સ્વસ્થ આ દુનિયામાં આવે. તેના જન્મ થયા પછી તેને કઈ બીમારીનો સામનો ના કરવો પડે.પરંતુ કયારેક કોઈ કૉમ્પિલિક્શનને કારણે જ્ન્મથી જ બાળકમાં વિકૃતિ જોવા મળે છે.તેના વિષે ડોક્ટરનું માનવું છે કે પ્રેગ્નેન્સી દરમિયાન નાની મોટી ભૂલોની કારણે બાળકમાં વિકલાંગતા જોવા મળે છે.
સામાન્ય રીતે તો ગર્ભવતી મહિલાની ખૂબ સાળ સંભાળ કરવામાં આવતી હોય છે આઉપરાંત પણ ક્યારેક કોઈ નાની મોટી ભૂલોના કારણે વિકલાંગતા આવી શકે છે. પોષ્ટિક ખોરાક ના લેવાને કારણે પણ વિટામિનની ઉણપ સર્જાય છે અને તેના લીધે તેના ગર્ભમાં રહેલ શિશુ પર પણ તેની અસર થાય છે આપણે ઘણી વખત એવું સાંભળ્યુ હશે કે આ દિવસો માં માતાએ કરેલ દરેક વાત, વર્તનની અસર બાળક પર થાય છે તેવી જ રીતે તેના ખોરાકની અસર પણ તેના શિશુ પર થાય છે.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તો પ્રેગ્નેન્સી દરમિયાન માતાના હાર્મોન્સમાં ઘણો બદલાવ થતો હોય છે જેના લીધે જુદા જુદા સમય પર જુદા જુદા ટેસ્ટનું ખાવાનું ખાવાની ઈચ્છા થતી હોય છે. જેમકે ખાતું, ચટપટું વગેરે…પરંતુ આવા ખોરાકને લીધે બાળકો પર તેની નકારાત્મક અસર પડે છે. અને તેથી વિકલાંગતા વધી જવાના ખતરા વધી જાય છે.જો તમે ગર્ભધારણ કરવાનું ઇચ્છતા હોય તો તે 3 મહિના પહેલા તેની તૈયારી શરૂ કરવી જોઈએ. ત્રણ મહિના પહેલા બધા જરૂરી પરીક્ષણો જેમ કે થાઇરોઇડ, સસ્ટ વગેરે ટેસ્ટ કરવવા જોઈએ. સ્ત્રીઓને ફોલિક એસીડનું સેવન શરૂ કરવું જોઈએ. જેથી બાળકો અને માતામાં લોહીની કમી ન થાય અને તેના કારણે આગળ કોઈ મુશ્કેલી ના આવે. પ્રેગ્નન્સી દરમિયાન માતાને આવા લોકોથી દૂર રહેવું જોઈએ, જેને વાયરલ ઇન્ફેક્શન છે. આ જ કારણ છે કે ડોક્ટરો હંમેશાં ગર્ભવતી સ્ત્રીઓને ભીડ-ભરેલી જગ્યાઓ પર જતા અટકાવતાં હોય છે.જેના લીધે ઇન્ફેકશન આવી શકે છે અને શિશુ પર તેની અસર પડે છે.
ધ્યાન રાખવા જેવી બાબતો
૧) ગર્ભધારણ કરવાનું ઇચ્છતા હોય તો તે 3 મહિના પહેલા તેની તૈયારી શરૂ કરવી જોઈએ. ત્રણ મહિના પહેલા બધા જરૂરી પરીક્ષણો જેમ કે થાઇરોઇડ, સસ્ટ વગેરે ટેસ્ટ કરવવા જોઈએ.
૨) વાઈરલ ઇન્ફેકશનથી દૂર રહેવું…
૩) વધારે અવાજ વાળા વાતાવરણમાં જવું ટાળવું
૪) બહારનું ખાવાનું ના ખાવું…
૫) કોલ્ડ ડ્રિંક્સ અને બહારના જ્યુસના પીવા …પ્રેગ્નેન્સીમાં જ્યુસ ફાયદામંદ હોય છે પરંતુ બહારના પીણાં પીવાએ કોઈ જોખમથી ઓછું નથી . બહારના જ્યુસ બેક્ટેરિયા ઇન્ફેક્ટેડ હોઈ શકે છે. જેના કારણે તમારા અને તમારા બાળક બને પરતેની આડઅસર જોવા મળી શકે છે.