લિંબડી ના ગોપાલનગર ખાતે આવેલ હોમિયોપેથીક કોલેજ ખાતે ભારત ના આયુષ ડિપાર્ટમેન્ટ ના સેન્ટ્રલ મિનિસ્ટર શ્રિપદ નાઇક સાહેબે મુલાકાત લીધી.

ત્યાર બાદ આ કોલેજ ની કામગીરી જોતા તેઓ એ કહ્યું આ હોમિયોપેથીક કોલેજ શરૂ થતાં સુરેન્દ્રનગર  જિલ્લા તથા ગુજરાત રાજ્ય ના અનેક વિદ્યાર્થીઓ ને તબીબી ક્ષેત્રે અભ્યાસ અર્થે બહાર નહિ જવું પડે અને અહીં  જ ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે અને આની સાથોસાથ લિંબડી ગ્રામ્ય તેમ જ સુરેન્દ્રનગર ના અન્ય ઘણા બધા દર્દીઓ ની સમસ્યા ના નિવારણ માટે ખૂબ  જ લાભદાયી નીવડશે.

અને આ શુભેચ્છા મુલાકાત માં આ કોલેજ ને તમામ પ્રકારની મદદ માટે કેન્દ્ર સરકાર હંમેશા તત્પર રહી પૂરતી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.આ હોમિયોેથીક કોલેજ શરૂ કરવામાં લીમડી ના પૂર્વ ધારાસભ્ય એવા શ્રી કિરીટસિંહ રાણા નો ખૂબ  જ સાથ સહકાર સાપડેલ છે. અને આ કોલેજ લિંબડી જ નહિ પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા ની પ્રથમ અને એક માત્ર હોમિયોપેથીક કોલેજ હોવાથી આનો લાભ ગુજરાત ના તમામ વિદ્યારથીઓને મળશે કે જે તબીબી શાખા માં આગળ વધવા માંગતા હશે. આમ આ કોલેજ ની શુભે્છા મુલાકાત લેવા કેન્દ્રીય મંત્રી પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.