મોટી સંખ્યામાં શિવસૈનિક અને નગરજનોએ આપી હાજરી
ચલો અયોઘ્યા અંતર્ગત શિવસેના એકમ દ્વારા શહેરના પંચનાથ રોડ પર આવેલ કષ્ટભંજન હનુમાન મંદીર ખાતે સાંજે મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભારે સંખ્યામાં શિવસેનીકો અને નગરજનો ઉ૫સ્થિત રહ્યા હતા. અને મહાઆરતી કરીને હનુમાન ચાલીસાના ગુણગાન ગાઇને ભકિતસભર વાતાવરણ રચ્યું હતું.
શિવસેનાના ગુજરાત રાજયના સદસ્ય જીમ્મીભાઇ અડવાણીએ જણાવ્યું હતું કે શિવસેના પક્ષ પ્રમુખ ઉઘ્ધદના આદેશ અનુસાર સૌરાષ્ટ્રના તમામ જીલ્લામાં મહાઆરતી કરાઇ હતી. આ પ્રસંગે તેઓએ કહ્યું હતું કે શિવસેનાએ મંદીર બનાવવા માટે યશ નથી લેવો પણ ઉઘ્ધવએ સરકારને કુંભકર્ણ અવસ્થામાં પડેલ નિંદ્રામાંથી જગાડવી છે. સરકાર રામ મંદીર બનાવવા અંગેનો કાયદો લાવવામાં આટલી બધી વાર શા માટે ડરી છે? અયોઘ્યા મુદ્દે ટોચે પહોચેલા ભાજપે રામ મંદીરના નામે સરકારો તો અનેક વખત બનાવી લીધી પરંતુ રામ મંદીર ન બનાવ્યું.
રામ મંદિરએ કરોડો હિન્દુઓની આસ્થાનો વિષય છે જે કોઇપણ સંજોગોમાં બનવો જોઇએ. એ શિવસેનાની માંગણી છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં મહાઆરતીના કાર્યક્રમો રખાયા હતા. આ તકે શિવસેનાના જીમ્મી અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુ પાટડીયા નિલેશ ચૌહાણ, સંજય ટાંક, નાગજી બાંભવા, બીપીન મકવાણ, કુમારપાલ ભટ્ટી સહીતના હાજર રહ્યા હતા.