૫૦ કિ.મી.ના અંતરને ૧૫ મિનિટમાં કાપશે બુલેટ ટ્રેન
અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન માટે દેશના પહેલા પ્રોજેકટના ટેન્ડરો બહાર પડી રહ્યાં છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામકાજ સંભાળી રહેલ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને નવસારીના સિસોદરા ગામે બ્રિજ બનાવવાનું ટેન્ડર બહાર પાડયું છે. સુરતથી બિલિમોરા વચ્ચેના રૂટમાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.
અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનથી ૫૦૮ કિ.મી.ની મુસાફરી કરી શકાશે. ટેકનીકલથી લઈ તમામ રૂટ લેવલે બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશ સાથે શરૂ કરવામાં આવશે. આ બુલેટ ટ્રેન ૫૦ કિ.મી.ના અંતરને માત્ર ૧૫ મીનીટમાં જ કવર કરી લેશે. બુલેટ ટ્રેનના હાઈ-સ્પીડ કોરિડોરમાં ૬૦ બ્રિજ બનવાના છે.
જેમાં વાપીથી વડોદરા સુધીમાં ૨૩૦ કિ.મી.ના બ્રિજનું નિર્માણ થનાર છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મોડલ સ્વરૂપે બુલેટ ટ્રેનનો ડેમો મુકવામાં આવ્યો છે. રાજયભરના લોકો સરકારના બુલેટ ટ્રેનનો પ્રોજેકટ પૂર્ણ થવાની આતુરતાપૂર્વક વાંટ જોઈ રહ્યાં છે.