આપણે ઘણી વાર મેથીના દાણા વિષે સાંભળ્યુ જ હશે કે તેના સેવનથી વજન ઘટે છે પરંતુ શું તમને ખબર છે કે મેથીનો ઉપયોગ માત્ર વજન ઘટાડવા માટે જ નથી પરંતુ તેનો ઉપયોગ બ્યુટી બને છે મેથીના દાણામાં એંટી સેપ્ટિક એંટી એન્ફ્લિમેટ્રિક , એન્ટિ એજિંગ તેમજ વિટામિન, એ, બી અને ખનિજો જેવા કે કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, લોહ, સેલેનિયમ, ઝિંક, મેંગેનીઝ અને મેગ્નેશિયમ હોય છે. તો ચાલો જોઈએ મેથીના દાણાનો સોંદર્યમાં કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ.
૧) વાળ માટે :
3 ચમચી મેથીના દાણાનો પાવડર , ૨ ચમચી મુલતાની માટી , ૨ ચમચી દહીં , ૧ નારિયેળ તેલ ૧/૫ ચમચી પાણી બધી સામગ્રી મિક્સ કરી વાળમાં નાખી ૧૫-૨૦ મિનિટ સુધી રાખી વાળ ધોવાથી વાળ મુલાયમ અને સિલ્કી બને છે.
૨) સ્કીન મોસ્ચરાઈસ :
૧ ચમચી મેથીના દાણામાં ૨ ચમચી પાણી નાખીને મોઢા પર લગાડવાથી સ્કીન મુલાયમ બને છે.
૧ ચમચી મેથી , ૧ ચમચી મધ તેમજ ૧ ચમચી પાણી ઉમેરી મોઢા પર પિમલ થયા હોય ત્યાં લગાડવાથી પિમ્પ્લમાં રાહત મળે છે.
૪ ) ફેસ ક્લીન માટે :
૧ ચમચી મેથીના દાણા અને ૧ ચમચી તેમાં દૂધ ઉમેરીને ફેસ પર માલિશ કરવાથી ફેસ કલીન થશે.