ઇન્ડસ્ટીઝને વીસ વર્ષ પુર્ણ થતાં ઉજવણી
રાજકીય નેતાઓ, અધિકારીઓએ કાર્યક્રમને બિરદાવ્યો: સારી ગુણવતા અને વિશ્ર્વસનીયતા પ્રદાન કરી લોકોના જીવનને સરળ બનાવવાનું કંપનીનું વિઝન
ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના વીસ વર્ષ પુરા થયા તેની ઉજવણી રૂપે ભૂમિ એગ્રોના ડાયરેકટર કિરણભાઇ કથીરીયા દ્વારા યાદગાર પ્રસંગ ઉજવાયો છે. જેમાં ગુજરાતભરમાંથી ગુજરાતના ખેડુતોને પ્રોત્સાહન પુરુ પાડે તેવા એક સરસ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથતા બીજા ઘણા બધા રાજકીય નેતાઓ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉચ્ચ અધિકારીઓની સાથે કંપનીના ડાયરેકટ તથા તેમના પિતા માવજીભાઇ કથીરીયા દ્વારા આ ખેડુતોને સન્માનીત કરી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જેને લીધે ગુજરાતભરમાં એક ખુશીનો માહોલ છવાયો હતો. એવો કાર્યક્રમ ગુજરાત ભરમાં ભૂમિ એગ્રો દ્વારા પહેલીવાર યોજાયો હતો. જેના માનમાં તમામ પ્રેસ મીડીયાઓ તથા ડીઝીટલ મીડીયા તથા આપણું જુનુ અને જાણીતું આકાશવાણી આ બધા જ લોકો આનો મેસેજ પહોચાડવા ઉ૫સ્થિત હતા. જેથી કંપનીએ મીડયાને પણ સન્માનીત કર્યુ હતું.
આ કાર્યક્રમની સાથે કિરણભાઇના નાનાભાઇ જીતેન્દ્રભાઇ માવજીભાઇ કથીરીયા જે શ્યામ આર્ટ ના ડાયરેકટર છે તો બંને ભાઇઓયે પોતાની બંને કંપનીના એક સાથે વિઝન લોન્ચનો કાર્યક્રમ રાખેલો હતો. જેમાં ભુમિ એગ્રોએ પોતાનું વિઝન લોન્ચ કર્યુ જેમાં કંપના કોર પર્પઝ સારી ગુણવતા અને વિશ્વનીયતા પ્રદાન કરીને નવીનતા અને તકનીકી દ્વારા લોકોના જીવનને સરળ બનાવવું.
આવી રીતે વિશ્વભરમાં વિશ્વાસનું નિર્માણ કરવું અને કોર વેલ્યુસ સત્યનિસ્ટા, સારી ડિમાન્ડ, કવોલીટી પર ઘ્યાન, ટીમ વર્ક ગ્રાહક ને અગ્રતા અને જીવન ભરનો સાથ આ મુજબ કંપની પોતાના ભવિષ્યમાં કાર્યરત રહેશે. આજે કંપની દેશભરમાં એક વટવૃક્ષની સમાન ફેલાય રહી છે.
હવે ભવિષ્યમાં નવી ઉંચાય ના શિખરો સર કરશે જેમાં કંપની પ્રોડકટનું ઓનલાઇન વેચાણ તેમજ દેશમાં દરેક ગામડા સુધી નાની અથવા મોટી પ્રોકડટને પહોંચાડીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની એક આગવી બ્રાન્ડ બનાવશે.