ઓફિસમાં લંચ લીધા પછી લોકો મોટા બાગે ઊંઘની ફરિયાદ કરતા હોય છે. એમ ઘણા કારણોસર થઈ શકે, જેમ કે હેવી લંચ, રાતના ઓછી ઊંઘ, વધુ પડતો થાક અને ડાયાબિટીઝના મરીઝ હોવું. પરંતુ આ વાત સાચી છે કે ઓફિસમાં કામ કરવાની જગ્યા છે અને ત્યાં તમે હંમેશાં એક્ટિવ રહો એવી આશા રાખવામાં આવતી હોય છે. એવામાં તમારા માટે ઓફિસમાં ઊંઘથી બચવું જરૂરી છે. તો અજમાવી જુઓ આ ઉપાયો.
ઓફિસમાં ઊંઘ આવે તો ચુંઇગ ગમ ચાવોઓફિસમાં આવતી ઊંઘ ભગાવવાનો એક કીમિયો ચુઇંગમ ચાવવું છે. એનાી તમારી ઊંઘ તરત જ ભાગી જશે. તમારે ચ્યુઇંગ ગમ ના ગમતું હોય તો પોતાના પાસે નાસ્તો કે સિંગ રાખી શકો.
કંઈક અલગ જ કરવાનું કરો
એક પ્રકારે કામ કરતાં કરતાં બોર થવા લાગી શકાય. એવામાં ઊંઘ આવવી સ્વાભાવિક છે. ફિનલેન્ડના હેલસિંકી યુનિવર્સિટીના હાલમાં જ એક સંશોધન પ્રમાણે રિપોર્ટમાં આ વાત સામે આવી હતી કે જો વ્યક્તિ કંઈક અલગ કામ કરે તો અવા પોતાના કામ કરવાની રીતમાં પરિવર્તન લાવે તો તેની ઊંઘ ભાગી જઈ શકે છે.
કેટલોક સમય આંટા મારોઊંઘ આવતી હોય તો ઓફિસમાં કોમ્પ્યુટર સામે બેસી રહેવાને બદલે, બહાર નીકળી જાઓ અને થોડા સમય માટે પોતાની ઓફિસી દૂર લઈ જઈને આંટા મારો. કેમ કે ખુરશીમાં ટેકો દઈને બેસી રહેવાી તમને ઘેન ચઢવા લાગી શકે એટલા માટે તમે થોડી વાર ઊભા ઈને ઓફિસી દૂર જીને થોડા આંટા મારી શકો.
એવું સાબિત યું છે કે પાવર નેપ એટલે કે થોડી વાર માટે ૫ કે ૧૦ મીનિટ માટે થોડી વાર સૂઈ જવાથી તમે ઓફિસમાં આખી બરો સારી રીતે અને અસરકારક રીતે કામ કરી શકો છો. તમે ચાહો તો લંચ ટાઇમમાંથી થોડી મીનિટો નેટ લેવા ફાળવી શકો જેનાી તમે એકદમ ફ્રેશ મહેસૂસ કરશો.