બે વર્ષ માટે ૧૮૯ કરોડ રૂપિયાનુ ભંડોળ કોલેજ માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું
કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર શાસીત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં એક મેડીકલ કોલેજની સ્થાપનાને મંજુરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએની અઘ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપી. દાદરાનગર હવેલી તેમજ દમરૂદિવ પ્રશાસને સેલવાસમાં મેડીકલ કોલેજની સ્થાપના માટે બે વર્ષમાં ૧૮૯ કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવી છે. ૨૦૧૮-૧૯ માં ૧૧૮ કરોડ રૂપિયા અને ૨૦૧૯-૨૦ માટે ૭૫ કરોડ રૂપિયા જેમાં દર વર્ષે ૧૫૦ વિઘાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ યોજના ૨૦૧૯-૨૦ સુધીમાં પુરી થઇ જશે અને તેનું નિર્માણ ભારતીય ચિકિત્સા પરિષદના નિયમો તથા સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશા-નિર્દેશોને અનુરુપ કરવામાં આવશે. મેડીકલ કોલેજનું વાર્ષિક બજેટ કેન્દ્ર શાસિત પ્રદેશના બજેટ અંતર્ગત સંચાલન કરવામાં આવશે. આ મંજુરીથી ડોકટરોની કમીને દુર કરી શકાશે. આ સાથે જ મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરવા ઇચ્છતા દીવ- દમણ અને દાદરાનગર હવેલીના વિઘાર્થીઓને પણ લાભ થશે.
આ યોજનાને લઇ સાંસદ નટુભાઇ પટેલ તેમજ દાદરા નગર હવેલી ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમીત શાહ, રાજનાથસિંહ તેમજ સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો.