બિગ બઝારની બાજુમાં સૌરાષ્ટ્રની પ્રથમ બ્રાંચ શરૂ કર્યા બાદ બીજી બ્રાંચનું ઉદ્ઘાટન
રૂ.૫૯ની કિંમતનાં નાની સાઈઝનાં પિઝાથી લઈને મોન્સ્ટર કદનાં ૩૧ પ્રકારનાં પીઝા ઉપલબ્ધ
બિગ બઝારની બાજુમાં લા પિનોઝ પિઝાની સૌરાષ્ટ્રની પ્રથમ બ્રાંચ શરૂ કર્યા બાદ રામકૃષ્ણનગર મેઈન રોડ, વિરાણી ચોક નજીક બીજી બ્રાંચ આજથી શરૂ કરવામાં આવી છે. આ બ્રાંચનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બ્રાંચનું ફ્રેન્ચાઈઝી માલિક નકુલ, શ્રેય, શંજુ, શશી અને એકતા દ્વારા સંચાલન કરવામાં આવશે.
લા પિનોઝ પિઝા એટલે પ્યોર ભારતીય કંપનીનો ભારતીય ટેસ્ટ, પીઝા એટલે વિદેશી વ્યંજન એવી માન્યતા વચ્ચે ભારતીય લોકોની પસંદગીને ધ્યાનમાં રાખીને ૨૦૧૧માં કંપનીના સીઈઓ સનમ કપુરે ચંડીગઢમાં પહેલું આઉટલેટ ચાલુ કર્યું. જે આજે ભારતભરમાં ફેલાઈને ૮૦થી વધુ આઉટલેટની વિશાલ શૃંખલામાં પરિવર્તન પામ્યું. ગુજરાતમાં પહેલીવાર પ્યોર વેજિટેરિયનના શોખીનો માટે કંપનીએ વેજિટેરિયન આઉટલેટ ચાલુ કર્યા અને ગુજરાતીઓ બહુ પસંદ કર્યા અને ચાલુ વર્ષની શરૂઆતમાં બેસ્ટ પિઝેરીયા અમદાવાદનો ટાઈમ્સ ફુડ એવોર્ડ મેળવ્યો. અત્યાર માર્કેટમાં અનલિમિટેડના નામે પિઝાના બદલે સલાડ અને પાસ્તા ખાઈને ધરાઈ ગયેલા સ્વાદના શીખોનો માટે લા પિનોઝ પીઝા આશીર્વાદ સમાન છે.
લા પિનોઝ પીઝા અલગ અલગ ૩૧ પ્રકારના અને ૭ સાઈઝમાં ઉપલબ્ધ છે.ભારતમાં પ્રથમવાર સિંગલ સ્લાઈઝ પીઝાનો ક્ધસેપટ લા પિનોઝ દ્વારા લાવવામાં આવ્યો. સિંગલ સ્લાઈઝથી લઈને ૨૪ ઈંચના મોન્સટર પીઝા સ્વાદ શોખીનો માટે બનાવવામાં આવે છે. દરરોજ તાજે તાજા પીઝા બેસથી લઈને તમામ વેજીટેબલ ટોપિંગ રેસ્ટોરન્ટ ઉપર જ બનાવતા હોવાથી પીઝાનો ટેસ્ટ એકદમ ફ્રેશ જળવાઈ રહે છે. પીઝા સાથે ગાર્લિક બ્રેડ, સ્ટફ બ્રેડ સ્ટિક, પાસ્તા, ચીઝ મેક્રોની, ડિપ્સ, ટાકોઝ, ટર્વીસ્ટિસ બ્રેડ જેવી અસંખ્ય ફ્રેશ વેરાયટીઓ પણ પીરસવામાં આવે છે.
નાનામાં નાના માણસને પોસાય તેવા ભાવ ફકત રૂ.૫૯.૦૦ના પીઝાથી લઈને મોટા ગ્રુપ માટે રાક્ષસી કદના મોન્સ્ટર પીઝા દ્વારા દરેકના બજેટનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વળી પીઝાને હાઈજિન કોરુગેટેડ બોકસમાં જ સર્વે કરવામાં આવે છે જેથી બધી રીતે ચોખ્ખાઈ જળવાઈ રહે છે. જે લોકો રેસ્ટોરન્ટ સુધી આવી ના શકે તેના માટે આખો દિવસ હોમ ડિલેવરી અને પાર્સલની સુવિધા પણ રાખવામાં આવી છે.
રાજકોટના આંગણે ૬ મહિના પહેલા બિગ બઝારની બાજુમાં સૌરાષ્ટ્રની પ્રથમ બ્રાંચ ચાલુ કાર્ય બાદ આજે સ્વાદ પ્રિય જનતાને માંગને પહોંચી વળવા રામકૃષ્ણનગર મેઈન રોડ, વિરાણી ચોક ઉપર બીજી બ્રાંચ શરૂ કરવામાં આવી. બંને બ્રાંચને સફળતાપૂર્વક ફ્રેન્ચાઈસી માલિક નકુલ, શ્રેય, શંજુ, શશી અને એકતા સંભાળી રહ્યા છે. વધુ વિગત માટે ફોન નં.૨૪૬૦૬૦૬ અથવા ૨૩૩૧૨૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.