રાજ્યની ટેક્સટાઇલ પોલિસી સંદર્ભે ગાંધીનગર માં મુખ્યમંત્રીના અધ્યક્ષે ઉચ્ચસ્તરીય બેઠક મળી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની અધ્યક્ષતા માં રાજ્ય ની ટેક્સટાઇલ પોલિસી સન્દર્ભ માં ગાંધીનગર માં એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૧૨ પૂર્ણ થઇ છે અને આગામી વાયબ્રન્ટ સમિટ પહેલા રાજ્ય સરકાર નવી ટેક્સટાઇલ પોલિસી જાહેર કરવાની છે.
આ પોલિસી ને આખરી કરતા પહેલા મુખ્યમંત્રી શ્રી એ રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો સાથે આ બેઠક યોજી તેમના સૂચનો પણ મેળવ્યા હતા.
વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે ગુજરાત ટેક્સટાઇલ ક્ષેત્ર નું હબ બને તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતા માં ગુજરાત નું ટેક્સટાઇલ સેક્ટર અગ્રેસર રહે તેવી રાજ્ય સરકાર ની નેમ છે.
નવી જાહેર થનારી ટેક્સટાઇલ પોલિસી માં આ સમગ્ર વિષયો ને આવરી લેવા તેમણે અધિકારીઓ ને સ્પષ્ટ સુચના અને માર્ગદર્શન આપ્યા હતા.
ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ. મુખ્ય સચિવ ડો.જે એન સિંહ તેમજ નાણાં ના એ.સી એસ અરવિંદ અગ્રવાલ મુખ્યમંત્રી ના અગ્ર સચિવ તથા ઉદ્યોગ અગ્ર સચીવ મનોજ કુમાર દાસ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ટેક્સટાઇલ ઉદ્યોગ ના અગ્રણીઓ આ બેઠક માં જોડાયા હતા.