ઇડર એપીએમસી માર્કેટયાર્ડમા સરકાર દ્વારા અપાયેલ ટેકાના ભાવને લઈ વેપારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી.ઇડર એપીએમસી માર્કેટયાર્ડ ખાતે મગફળીના ટેકાનાભાવના મુદ્દે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે હોબાળો થયો હતો.ઇડર એપીએમસી માર્કેડયાર્ડના વેપારીઓ ટેકાના ભાવથી ખરીદી કરવા તૈયારન થતા ખેડૂતોએ વેપારીઓને પોતાની દુકાનો ખાલી કરી તંત્રને માર્કેટયાર્ડના જે વેપારી ખેડૂતનો માલના ખરીદે એનુ લાયસન્સ રદ કરવા ચીમકી આપી.
ખેડૂતોને પોષણક્ષમ ભાવના મળે તો બહારના વેપારીઓને ખેડૂતોનો માલ ખરીદવા માટે વ્યવસ્થા કરો ઇડરમાં ખેડૂતોદ્વારા એપીએમસી મા સરકારના અપાયેલ ટેકાનાભાવ પ્રમાણે વેપારીઓ દ્વારા મગફળીની ખરીદી કરવામાં નહીંઆવેતો આગામી દિવસોમાં ઇડર એપીએમસી ને તાળા મારવામાં આવશે.ઇડર એપીએમસી માર્કેટયાર્ડમા મગફળી ના ભાવ ને લઈ હોબાળો થતા ઇડર પ્રાંત અધિકારી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી.