રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા કચરા વર્ગીકરણમાં તમામ મહાનુભાવો ઉત્સુકતાથી સાથ સહકાર આપી રહેલા છે. જેમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટે શહેરીજનોને જણાવવામાં આવે છે. જેનાથી કચરાનું વર્ગીકરણ સરળ બની શકે છે. કચરાનું વર્ગીકરણ કરવાના બહુ બધા ફાયદા છે અને આવા શુભ કામની શરૂઆત સૌથી પ્રથમ પોતાના ઘરેથી જ કરતા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જાહેર જનતાને પણ ઉદ્દેશ આપે છે કે માત્ર મહાનગરપાલિકા જ નહીં પરંતુ આપણે સૌ સાથે મળીને સફાઈ ઝુંબેશમાં સાથ સહકાર આપવો પડશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કચરા વર્ગીકરણની પ્રોસેસને બહુ જ સરળ બનાવી છે. ઘરે ઘરે આવીને ટીપરવાન કચરો લઇ જાય છે તો આપણી પણ એક ફરજ બને છે કે આપણે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખીયે જેનાથી મહાનગરપાલિકાને કચરાનું વર્ગીકરણ કરવામાં સરળતા રહે. આ સાથે તમામ શહેરીજનોને સંદેશો આપે છે કે પોતાના શહેરની સ્વચ્છતા જાળવવા માટે શરૂઆત પોતાના ઘરેથીજ કરવી જોઈએ. આપણે સૌ સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવીએ.