‘વસુધૈવ કુટુમ્બકમ્’ના સૂત્રને ખરા અર્થમાં અમલ કરવો ખૂબજ જરૂરી
શાસન અને સંસ્થાઓના કામકાજને લઈ મોહભંગની સ્થિતિ તરફ ધ્યાન કેન્દ્રીત કરતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શુક્રવારે કહ્યું હતું કે, ભારત કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતીય લોકતંત્રને બચાવવા માટે ફરીથી લોકોનો વિશ્ર્વાસ કેળવવો ખૂબજ જરૂરી છે. શાંતિ સોહાદ્ર એવમ્ પ્રસન્નતાના રાષ્ટ્રીય સંમેલનમાં પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, કેન્દ્ર તેમજ રાજયો વચ્ચે આંતરીક મતભેદોનું નિવારણ અને યોગ્ય સંતુલન કરવું ખુબજ આવશ્યક બન્યું છે. કારણ કે, સંસ્થાઓની વિશ્ર્વસનીયતા ઉપર કલંક લાગી રહ્યો છે.
સંવિધાનમાં વિવિધ સંસ્થાનો અને રાજયો વચ્ચે શક્તિનું યોગ્ય સંતુલન જળવાઈ રહેવું જોઈએ અને જો આપણે વસુધેવ કુટુંબકમની ભાવનાને, આપણી સંસ્કૃતિને અને સંવિધાનને ભુલીને જો દોટ લગાવીશું તો દેશ માટે ખૂબજ કપરાકાળ આવી જશે. લોકતંત્રના ઢાચાને જીવંત રાખવા માટે બેલેન્સ બનાવી રાખવું ખુબજ જરૂરી છે.
ભારતે એવા નેતૃત્વની જરૂરત છે જે પોતાને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત કરી દે અને લોકોના પ્રશ્ર્નોને વાચા આપવાની સાથે આર્થિક, સામાજીક અને રાજકીય પરિસ્થિતિ ઉપર સંતુલન બનાવી રાખે. કેન્દ્ર તેમજ રાજયોની કાર્ય પ્રણાલીને કારણે અર્થતંત્રમાં ભારે નુકશાનની સ્થિતિ સર્જાય છે જેને પગલે લોકતંત્ર ઉપર વિશ્ર્વસનીયતા પ્રશ્ર્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે તો ફરીથી લોકતંત્ર પર લોકોનો વિશ્ર્વાસ બની રહે તે ખૂબજ જરૂરી છે.
લોકશાહીમાં સ્વતંત્ર્તા મેળવનારા દેશોમાં લોકો ખૂબજ ખુશખુશાલ જીવન પસાર કરી રહ્યાં છે. તેમને આર્થિક, સામાજીક અને આંતરીક શાંતિ મળે છે. જયારે દેશમાં સમાજો વચ્ચે સ્વીકૃતિની ભાવના, સહનશક્તિ અને ગુડવીલ આવશે ત્યારે જ શાંતિ અને ખુશી મેળવી શકાશે.