મંદિર વહીં બનાયેંગે…
શિવસેના, VHP અને RSSનું મંદિર મુદ્દે શક્તિ પ્રદર્શન
તુરંત રાજમંદિર બનાવવાની માંગ સાથે દેશભરના વિશ્ર્વહિન્દુ પરિષદ, આરએસએસ અને શિવસેના બે લાખ જેટલા કાર્યકરોની અયોઘ્યામાં કુચ
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે રાજય સરકારની કડક સુરક્ષા વ્યવસ્થા
આગામી લોકસભાની ચુંટણીમાં અયોઘ્યામાં રામમંદીરના મુદ્દે રાજકીય લાભ ખાટવા હિન્દુ સંગઠ્ઠનોમાં ભારે દોડ લાગી છે. આવતીકાલે દેશભરમાંથી વિશ્ર્વ હિન્દુ પરિષદ, આરએસએસ અને શિવસેનાના આશરે બે લાખ જેટલા કાર્યકરો અયોઘ્યામાં ઉમટી પડવાના છે.જેથી મંદિરોના શહેર ગણાતા અયોઘ્યામાં ભારે તંગદીલી ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ હિન્દુવાદી કાર્યકરોના આગમનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથડે તે માટે રાજય સરકારે પોલીસની સાથે અર્ધ લશ્કરી દળને અયોઘ્યામાં તૈનાક કરી દીધું છે.
આગામી વર્ષે યોજાનારી લોકસભાની પહેલા કેન્દ્રની મોદી સરકાર પર અયોઘ્યામાં રામજન્મભૂમિ પર રામ મંદીર બનાવવાના મુદ્દે. ભારે દબાણ લાવવા માટેે વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા આવતીકાલે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભા માટે દેશભરમાં એક લાખના વિશ્ર્વ હિન્દુ પરિષદ, એક લાખ જેટલા આરએસએસના કાર્યકરો ઉમટી પડવાના છે.
આ બે લાખ કાર્યક્રરોઓ માટે ત્રણ લાખ ફ્રુડ પેકેટો તૈયાર રાખવામાં આવ્યા છે. જયારે શિવસેનાના ત્રણથી ચાર હજાર જેટલા શિવસૈનીકો પણ મહારાષ્ટમાંથી અયોઘ્યા આવવાના છે.
આ અંગે આરએસએસના પ્રવકતાએ જણાવ્યું હતું કે દેશભરમાંથી આશરે ૧૩રર બસો, ૧૫૪૬ મોટર કારો તથા મોટરસાયકલ પર ૧૪૦૦૦ અને ઉત્તર પ્રદેશમાંથી ૧પ૦૦૦ જેટલા કાર્યકતાઓ ધર્મસભા માટે રવિવારે સવારે અયોઘ્યા પહોંચી જનારા છે. તેમને આ કાર્યકર્તાઓ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને નુકશાન નહી પહોંચાડે તેવી ખાત્રી આપી હતીે પરંતુ તેમને ચીમકી આપતા જણાવ્યું હતું કે અયોઘ્યામાં આ છેલ્લી ધર્મસભા છે. હવે રામ મંદીર માટે ધર્મસભા નહી યોજાઇ સીધુ રામમંદીરનું બાંધકામ શરુ કરાશે.
શિવસેનાના અઘ્યક્ષ ઉઘ્ધવ ઠાકરે પણ તેના પુત્ર સાથે આજે બપોર સુધીમાં ખાસ પ્લેનમાં અયોઘ્યા જનારા છે. તેઓ આજે સાંજે સંતોને મળશે અને સાંજે સરયુ આરતીમાં ભાગ લેશે. જે બાદ આવતીકાલ સવારે રામજન્મ ભુમિ મંદીરે દર્શન કરનારા છે. શિવસેનાના આ કાર્યક્રમમાં પાર્ટીના રર સાંસદો અને ૬ર ધારાસભ્યો ઉ૫સ્થિત રહેનારા હોય તેમના માટે એક માસ પૂર્વે અયોઘ્યા તથા તેના આસપાસની હોટલોમાંથ રુમ બુક કરાવી લેવામાં આવ્યા છે.
રામ જન્મભૂમિ પર રામમંદિર બનાવવા માટે ૧૯૯૨માં થયેલા આંદોલન વખતે મોટી સંખ્યા હિન્દુ કાર્યકતાઓ અયોઘ્યામાં એકઠા થયા હતા. જે બાદ બાબરી મસ્જીદનો વિવાદીત ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. અને લધુમતિ પરિવારોની માલ મિલ્કતને ભારે નુકશાન પહોચાડવામાં આવ્યું હતું. ૧૯૯૨ બાદ ફરી વખત આવતીકાલે લાખો હિન્દુ કાર્યકર્તાઓ અયોઘ્યામાં કુચ કરનારા હોય લધુમતિ વિસ્તારોમાં કાયદા અને વ્યવસ્થાની સ્થીતી ન કથડે તે માટે રાજય સરકારે વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયા છે. રાજય સરકારે બે વરિષ્ટ આઇપીએસ અધિકારીઓની સુરક્ષા માટે નિમણુંક કરીને પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળના સૈનિકોને ગઇકાલથી તૈનાત કરી દેવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા મુજબ આગામી લોકસભાની ચુંટણીમાં હિન્દુવાદી મતોને સંગઠીન રાખવા આરએસએસના વડા મોહન ભાગવતેની અઘ્યક્ષતામાં ખાસ વ્યહુ રચના બનાવવામાં આવી છે અને અંતર્ગત ચુંટણી પહેલા જ અયોઘ્યામાં રામમંદીરના નિર્માણનો માર્ગ મોકળો કરવા ખાસ કાયદો બનાવવાની માંગ કરીને આ અંગેનો સંદેશો દેશભરના હિન્દુ સમાજમાં ફેલાયા તે માટે આ ધર્મસભાનું આયોજન સંઘના સહકાર્યવાહક ભૈયાજી જોષીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.