માર્ગ અકસ્માતમાં તા મોતની સંખ્યામાં ઘટાડો કરવા સુપ્રીમ કોર્ટે તમામ કોમર્શિયલ વાહનમાં સ્પીડ ગવર્નન્સ (સ્પીડ કંટ્રોલર- જે વાહનની ગતિ પર કાબુ કરે છે) લગાડવા હુકમ કર્યો હોવા છતાં ગુજરાતમાં અંદાજે ૨૦ ી ૨૨ લાખ કોમર્શિયલ વાહનો આ કિટ વગર જ ફરી રહ્યાં છે અને તેમને સમયાંતરે આર.ટી.ઓ. દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ પણ ઈશ્યુ કરી દેવામાં આવે છે..!આ આક્ષેપો નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય ડો. કમલ સોઈએ એક પત્રકાર પરિષદમાં કર્યા હતા. તેમણે ગુજરાતમાં વર્ષ ૨૦૧૪માં ૭૮૫૭ તા ૨૦૧૫માં ૮૧૧૯ અને ૨૦૧૬માં અંદાજે ૯૦૦૦ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યાંનું પણ જણાવ્યું હતુ. દર વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં સરેરાશ ૫% ી ૭%નો વધારો ઈ રહ્યાંનું પણ જણાવ્યું હતુ.તેમને વધતા અકસ્માતો અને તેમાં તા મોતની સંખ્યા અંગે ચિંતા કરતા આડકતરો આક્ષેપ પણ કર્યો હતો કે, એક સેફ્ટી ડિવાઈઝ ગુજરાતમાં મની મેકિંગ ડિવાઈઝ બની ગયું હોય તેવું લાગે છે. છેલ્લા વર્ષી નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય તરીકે કાર્યરત ડો. કમલ સોઈએ પત્રકાર પરીષદમાં જણાવ્યું કે, ગુજરાતમાં હાલના એક અંદાજ મુજબ ૨૦ી ૨૨ કોમર્શિયલ િવ્હકલ્સ છે. ગુજરાત દારૂના મુદ્દે ડ્રાય સ્ટેટ હોવા છતાં અહીં અકસ્માતની સંખ્યા અને તેમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા વધી રહી છે. જે ચિંતાનો વિષય છે. સુપ્રીમ કોર્ટના ૩૧મી જાન્યુઆરી ૨૦૧૭ના એક હુકમી દેશભરના કોમર્શિયલ વ્હિકલમાં સ્પીડ ગવર્નન્સ ફેટમેન્ટનો ઓર્ડર કરી દેવાયો છે.
આમ છતાં તેની અમલવારી ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા સૌી ઓછી રહી છે.એટલું જ નહીં ખુદ ગુજરાત સરકારે ૧ એપ્રિલ ૨૦૧૭ના રોડ પરિપત્ર કરીને સ્પીડ ગવર્નન્સ વગરના વાહનોને ફિટનેશ સર્ટીફિકેટ્સ નહીં આપવાનું જણાવ્યું હતુ. આમ છતાં હાલ પણ આવા સર્ટિફિકેટ્સ અપાઈ રહ્યાં છે. ડો. સોઈએ ઉમેર્યું હતું કે, ભારત સરકારની ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ ૧૫ એપ્રિલ ૨૦૧૫ના રોજ સ્પીડ ગવર્નન્સ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હોવાની જાણ કરતા પત્રો ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬ અને ૪ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ બે પત્રો લખીને પણ ધ્યાન દોર્યું હતુ. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે માર્ગ અકસ્માતના ૪૦ી ૫૦ ટકા કેસમાં ઓવર સ્પીડિંગ જ જવાબદાર હોય છે. સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં ગુજરાત સરકારની અમલવારીમાં બેદરકારી ઉડીને આંખે વળગે તેવી છે.