આપણે ઘણી વાર મોટા લોકોના મોઢે આ બોલતા સાંભળ્યુ જ હશે કે અંગ્રેજો ચાલ્યા ગયા પણ અંગ્રેજી મુક્તા ગયા.અંગ્રેજોએ ભારત પર ગુલામી કરી આપની સંસ્કૃતિની સાથે છેળા કર્યા એ વાત અલગ છે કે તોએ ભારતના વિકાસ માટે કેટલાક એવા કાર્ય કાર્ય છે પરંતુ અમુક કેટલીક એવિ બાબતો છે જે આપણને આપની સંસ્કૃતિથી દૂર કરતી જાય છે.સવારે ઉઠતાંની સાથે જ આપણે બધી ક્રિયા ખાવાથી લઈને રાત્રે સુવા સુધી અંગ્રેજી સંસ્કૃતિની કોપી કરીએ છીએ. ધીમે ધીમે આપણે આપની સંસ્કૃતિ ભૂલી ગયા છીએ. આપણે મોર્ડન તો ખૂબ બની ગયા પણ આપણી સંસ્કૃતિ અને સભ્યતાથી દૂર ચાલ્યા ગયા છીએ.
ખાવાનું આપણાં બધાના જીવનમાં એક જરૂરી ભૂમિકા નિભાવે છે.આપણે બધા જ જાણીએ છીએ આપણે કમાઈ પણ પેટ માટે જ છીએ ખાવાનું નામ પડતાં જ આપણે બધાને મોર્ડન સમયમાં બર્ગર , પીઝા , નુડલ્સ વેગેરે આંખની સામે ચિત્ર તારી આવે છે. આપણે તો મોરદેં બની ગયા પણ આપણે આપણાં ભોજનથી લઈને ભોજનની સ્ટાઈલ બધાને મોર્ડન બનાવી દીધી છે.આપણે હવે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ તો આપણને હાથથી જમવામાં શરમ આવે છે કારણકે આપણે કાંટાચમચી- છરી દ્વારા ખાવાની રીત અપનાવી લીધી છે ઘરે આપણે ભલે હાથ દ્વારા ખાવાનું ખાતા હોય છીએ પરંતુ ઓફિસ, રેસ્ટોરન્ટમાં આપણે કોઈને સારું લગાડવા માટે કાંટાચમચી-છરી ઉઠાવી લઈએ છીએ.જ્યારે કાંટાચમચી-છરી સાથે ઢોસાને ખાવું મુશ્કેલ છે, ત્યારે પણ આપણે તેને ખાવું કરવાનો પ્રયાસ કરીએ છીએ. જે લોકો કાંટાચમચી-છરી સાથે ખાવાની આદત ધરાવે છે તેમના માટે તે સરળ છે અને જેઓ માટે નથી, તેઓ બીજાને પોતાનું કઈક સારું લાગે તેના માટે ખોરાક ખાઈ છે.
જ્યાં આપણે એક તરફ આપણી સંસ્કૃતિ આપેલી આદતો ભૂલતા જઈએ છીએ ત્યાં વિદેશી કેટલીક રેસ્ટોરન્ટમાં હાથ દ્વારા ખોરાક કહાવને પ્રોત્સાહિત કરવામાં આવે છે ન્યૂયોર્ક, કેમ્બ્રિજ, સાન ફ્રાન્સિસ્કોમાં કેટલાક રેસ્ટોરન્ટ્સ તેમના ગ્રાહકોને તેમના હાથથી ખાવું પ્રોત્સાહિત કરે છે. તે થોડું વિચિત્ર છે, પરંતુ સત્ય છે.
હાથ દ્વારા ભોજન કરાવના ફાયદા :
જો આપણે ચમચી દ્વારા ખાવાનું ખાવાને બદલે હાથ દ્વારા ખાઈએ, તો મોં બળી જતું નથી, કારણ કે ચમચીનું તાપમાન ખોરાક પ્રમાણે બદલાય છે અને આપણે તે જાણતા નથી, જ્યારે હાથ વડે ખોરાક ખાવાથી તાપમાન બદલાતું નથી.
હાથ દ્વારા ખોરાક ખાવાથી હાથની આંગળીઓ અને આંગળીઓ દ્વારા રચાયેલી મુદ્રા રચના થાય છે જેના દ્વારા ઊર્જા ઉત્પન્ન થાય છે ખાસ કરીને શરીરમાં જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
જ્યારેપણ આપણે ખાવાનું ખાય ત્યારે શરીરમાં પાંચતત્વો યોગ્ય સંતુલન્મ હોય છે જે ચમચી વડે ખાય ત્યારે હોતું નથી.