બીસીસીઆઈએ ૧૫-૧૭ ઓવર નાખવા શમીને જણાવ્યું હતું જયારે શમીએ ૨૬ ઓવર નાખતા વિવાદમાં
ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરાયેલી ભારતીય ટેસ્ટ ટીમના સદસ્ય મોહમ્મદ શમીએ રણજી ટ્રોફી મેચમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની એ વાતને નજર અંદાજ કરી જેમાં શમીને એકવારમાં માત્ર ૧૫-૧૬ ઓવરમાં ફેંકવા કહ્યું હતું. બંગાળ માટે રમી રહેલા શમીએ કેરલ બી સામે પહેલી પારીમાં ૨૬ ઓવર નાખી. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસને ધ્યાનમાં રાખીને શમી સામે આ શરત મુકી હતી. શમીએ બીજા દિવસનો ખેલ સમાપ્ત થયા બાદ કહ્યું જયારે તમે તમારા રાજય માટે મેચ રમી રહ્યા હોય તો તે જરૂરી હોય છે કે તમે તમારી જવાબદારી સારી રીતે નિભાવો.
વધુમાં તેણે કહ્યું કે, હું સારો અનુભવ કરી રહ્યો છું અને મને કોઈ મુશ્કેલી નથી આવી. એટલે જ મેં જેટલા વધારે દડા ફેંકાય તેટલા ફેંકવાનો નિર્ણય લીધો અભ્યાસ દરમિયાન બોલીંગ કરવી એના કરતા મેચમાં કરવી વધુ સારી જેટલી અહીં પ્રેકિટસ કરીશું તેટલું ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન સારું રહેશે. મારા માટે મેચમાં બોલિંગ કરવી અભ્યાસ બરાબર જ છે. મહત્વનું છે કે મહંમદ શમી ભારતીય વિકેટ કિપર છે. મેચમાં જ પ્રેકિટસ કરવાના તેના નિવેદનને લઈ શમી વિવાદમાં આવી ગયો છે.