વોર્ડ નં.૪ માં પંચરત્ન અને રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં ખડકાયેલા ૮ મકાન, ૧૫ પ્લીન્થ ઉપરાંત વોર્ડ નં.૧૮માં કોર્પોરેશનની જમીન પર ખડકાયેલી દિવાલના બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું
શહેરના સામાકાંઠા વિસ્તારમાં સુચિત સોસાયટીમાં ગેરકાયદે ખડકાતા બાંધકામોને જમીન દોસ્ત કરવા માટે આજે કોપોરેશનની ટાઉનપ્લાનીંગ શાખાનો કાફલો ત્રાટકયો હતો. વોર્ડ નં.૪ અને ૧૮માં લાલ પાર્ક ચોક, પંચરત્ન સોસાયટી અને રિદ્ધિ-સિદ્ધિ સોસાયટીમાં ૮ પાકા મકાનો અને ૧૫ કલીન્થ લેવલ સુધીના બાંધકામ અને એક દિવાલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજના શહેરના વોર્ડ નં.૧૮માં લાલ પાર્ક ચોક, ઢેબર રોડ સાઉથમાં ટીપી સ્કીમ નં.૧૦ (રાજકોટ)ના રહેણાંક વેચાણ હેતુના અંતિમ ખંડ નં.૮૯માં ૨૧૦૦ ચો.મી.વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલી દિવાલનું બાંધકામ તોડી પાડી અંદાજે ૮૦ લાખ પિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.ત્યારબાદ ટીપી શાખાનો કાફલો શહેરના વોર્ડ નં.૪માં ત્રાટકયો હતો. અહીં સુચિત પંચરત્ન સોસાયટી શેરી નં.૪માં ૩ પાકા મકાન તથા શેરી નં.૩માં ૨ પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.વોર્ડ નં.૪માં અમદાવાદ હાઈવે પર લાલપરી નદીના કાંઠે રિદ્ધિ-સિદ્ધિ (સુચિત) સોસાયટીમાં ગેરકાયદે ખડકાયેલા લીન્ટલ લેવલ સુધીના ૩ પાકા મકાનોના બાંધકામ તથા ૧૫ કલીન્થ તોડી પાડવામાં આવી હતી.