ગુજરાત રાજયની વર્ષો જુની કાર્યરત અને કૃષિલક્ષી તમામ પ્રકારના ખેતી વિષયક સસ્તા અને સારા ખેત ઓજાર બનાવતી ગુજરાતની નામાંકિત અને સુ-વિખ્યાત રાજકોટ જીલ્લાના મેટોડા સ્થિત ભૂમિ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ વિકસીત ખેડુતોનું સન્માન અને વિઝન લોન્ચનો કાર્યક્રમ આગામી તા.૨૩ને શુક્રવારના રોજ સાંજના ૫:૦૦ વાગ્યે રાજકોટ ખાતે મવડી બાયપાસ, પાળ રોડ, ક્રિષ્ના પાર્ટી પ્લોટ મુકામે ભવ્ય સમારંભનું આયોજન કરેલ છે.
જે સમારંભ કાર્યક્રમમાં ભૂમિ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ તા.૨૩ નવેમ્બરના રોજ વિઝન લોન્ચ કરી રહી છે. જેમાં કંપનીનો ૨૦૨૯ સુધીના લક્ષ્યાંકો રજુ કરવામાં આવશે. તદઉપરાંત ખેડુત એવોર્ડનું આયોજન પણ કરેલ છે. જેમાં ખેડુતો ઉત્પાદન તથા ઉત્પાદનોને લગતી સેવાઓને પુરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યા હોય તેવા ખેડુતોની ગુજરાતભરમાંથી પસંદગી પામેલ ધરતીપુત્ર ખેડુતોનું સન્માન કરવામાં આવશે તો આ ખેડુત સન્માન અને વિઝન લોન્ચ કાર્યક્રમમાં પધારવા ભૂમિ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.