દ્વારકાની ટીવી સ્ટેશન પાસે એક મંદિરની પાછળ યાસ્મીબેન સુમરાના રહેણાંક મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ પ્રવેશ કરી, ઘરના મના દરવાજાનું તાળુ તોડીને કબાટમાં રાખવામાં આવેલા રૂ.પાંચ હજાર રોકડા તથા રૂ.ચૌદ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને લઈ ગયા હતા. આટલું જ નહીં બાજુમાં રહેતા હિતેશભાઈ નામના એક આસામીના ઘરના તાળા તોડી તેમાંથી પણ રૂ.૩ હજાર રોકડા તથા રૂ.૩ હજારની કિંમતનું સોનાનું પેંડલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે યાસ્મીનબેન સુમરાની ફરિયાદ પરથી ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Trending
- વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- ક્રાઇસ્ટ કોલેજના દિવાદાંડીરૂપી સ્પંદન કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત
- અબડાસા: નિરોણાની પી.એ.હાઇસ્કૂલ મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
- સાપ કરડે તો ગભરાશો નહીં! પરંતુ આ 2 ભૂલો ન કરો, નહીં તો થઈ શકે છે…
- USA ડેલીગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત
- નવસારી: કછોલ ગામે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત