રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટીપરવાન દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન બે ભાગમાં એટલે કે, સુકો અને ભીનો કચરો અલગ અલગ સ્વીકારવાનો પ્રારંભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે. ડોર ટુ ડોર કલેક્શનમાં બે ભાગમાં કચરો મળે તે માટે ડોર ટુ ડોર જાગૃતતા માટે મહાનગરપાલિકાના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે અને આ કામગીરીનો પ્રારંભ કરી આપવામાં આવેલ છે.
જેના અનુસંધાને આજરોજ વોર્ડ નં.૦૨માં મેયર બંગલા ખાતે ટીપરવાનમાં બે ભાગમાં કચરો એટલે કે, સુકો કચરો અને ભીનો કચરો અલગ અલગ આપી મેયર બિનાબેન આચાર્યના વરદ્ હસ્તે પ્રારંભ કરાયો. આ અભિયાનમાં બાંધકામ સમિતિ ચેરમેન અને વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ તથા સંબધક સ્ટાફ નજરે પડે છે.