રાજકોટ મહાનગરપાલિકાના ગૌરીદડ ખાતે આવેલ સુએઝ સિસ્ટમ-૨ પ્લાન્ટમાંથી પાણી આપવાની આણંદપર ગામમાં ખેડૂતોની માંગણીના અનુસંધાને સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકાનો ગૌરીદડ ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે. આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ખેતીના ઉપયોગ માટે જરૂરી પાઈપલાઈનમાંથી પાણી આપવા આણંદપર ગામના ખેડૂતોની રજૂઆત હતી. રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો અભિગમ રહ્યો છે, આણંદપરના ખેડૂતોની રજૂઆત અંગે કોર્પોરેશન દ્વારા સુએઝ ટ્રીટમેન્ટનું પાણી સિંચાઇ માટે મળે તે અંગે જણાવેલ. જેના અનુસંધાને તા.૨૨/૧૧/૨૦૧૮ના રોજ આણંદપર ગામના ખેડૂતો ખેતીના ઉપયોગ માટે પાણી મળે તે માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ કમિટીના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, ડે.એન્જીનીયર મોરી તેમજ આણંદપર ગામના સરપંચ વિજયભાઈ ડોડીયા, ભૂતપૂર્વ તાલુકા પંચાયત અભ્ય અજીતભાઈ વાઢેર, દેવાભાઈ ડોડીયા તેમજ ખેડૂત અગ્રણી જેમલભાઇ કાનાભાઈ વાઢેર, જયેશભાઈ વાઢેર, ગોવિંદભાઈ ખેંગારભાઈ વિગેરે ઉપસ્થિત રહેલ હતા.
હાલમાં ગૌરીદડ ૭૦ MLD પ્લાન્ટનું પ્રીપેડ પાણી હાલમાં આજી-૨ ડેમમાં છોડવામાં આવે છે. આ પાણી સિંચાઇના ઉપયોગ માટે આવી શકે તે માટે આણંદપર નાની સિંચાઇ યોજના હેઠળ આવેલ ડેમમાં ઠાલવવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને પાણીનો લાભ મળે અને હૈયાત કુવાના તળો પણ ઉંચા આવે આ માટે સ્થળ મુલાકાત બાદ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી આપવા માટે રૂડા દ્વારા અને ખેડૂતોની બનાવવામાં આવનાર સહકારી મંડળીના સયુંકત દ્વારા જનભાગીદારીથી પાઈપલાઈન નાંખવા સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ.