સમગ્ર રાષ્ટ્રમાં ગ્રંથાલય સપ્તાહ (લાયબ્રેરી વીક)ની ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત પીડીયુ મેડીકલ કોલેજ-રાજકોટની સેન્ટ્રલ લાયબ્રેરી વિભાગ દ્વારા અત્યંત રચનાત્મક પ્રવૃત્તિઓનું અનેકવિધ આહલાદક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ તથા અધિકારી, કર્મચારીઓએ ખુબ જ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. આ અંગે મેડીકલ કોલેજના ડીન ડો.ગૌરવીબેન ધ્રુવ તથા લાયબ્રેરીયન ડો.રાજેશ એચ.ત્રિવેદીની માર્ગદર્શન હેઠળ બુક ટોક, નિબંધ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શન, પુસ્તક વ્યાખ્યાન જેવા અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાનું મેડીકલ, નર્સીંગ, વિદ્યાર્થીઓ માટે જેપી પ્રકાશન પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તબીબી ક્ષેત્રે નવી જ પ્રસિધ્ધ થયેલ બુકસનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ‘માનવીય જીવનમાં પુસ્તકો અને વાંચનનું મહત્વ’ વિષય પર વ્યાખ્યાન વિચારક, ચિંતક એવા પ્રા.મનીષભાઈ રાવલે આવ્યું હતું.
જેમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો.નીલામ્બરીબેન દવે, ડીન ડો.ગૌરવીબેન ધ્રુવ, સિવિલ અધિક્ષક ડો.મનીષભાઈ મહેતા, પૂર્વ ડીન ડો.એચ.એચ.અગ્રવત ઉપસ્થિત રહ્યાં હતા. જયારે આવા રચનાત્મક કાર્યક્રમ યોજવા બદલ કુલપતિ ડોનીલામ્બરીબેન દવેએ મેડિકલ કોલેજના ડીન ડો.ગૌરવીબેન ધ્રુવ તથા લાયબ્રેરીયન ડો.રાજેશ ત્રિવેદીને બીરદાવેલ હતાં.