ઓસ્ટ્રેલીયામાં ટી-૨૦ સિરીઝનો પ્રારંભ
સોશિયલ મીડીયા પર દબદબો ધરાવતો હાર્દીક પંડયા પોતાની રમતના કારણે જ નહીં પણ પોતાના પ્રભાવિત સ્વભાવ અને ફિમેલને આકર્ષિક કરનાર યુવક તરીકે જાણીતો છે. હાર્દીક પોતાના નવા-નવા રુપના કારણે પણ જાણીતો છે. તે પોતાની સ્ટાઇલ અને લાઇફ ઇવેન્ટસને સોશિયલ મીડીયા દ્વારા ફેન્સ સાથે શેર કરતો રહે છે. હાર્દીકનો કમાલ હવે ઓસ્ટ્રેલીયા સામે જોવા મળવાનો ત્યારે હાર્દીકે કહ્યું છે.
૬૦ દિવસના આરામ બાદ ફરીથી બોલીંગ શરુ કરી રહ્યો છું. પડકારજન છે પણ મજા આવશે.કોઇ પણ ખેલાડી માટે એ ગર્વની વાત હોય કે તે પોતાના દેશ માટે વર્લ્ડ કપમાં રમવા માટે ઉતરે અને જો અમને બન્નેને રમવાની તક મળે તો અમારા માટે ઘણું સારું કહેવાશે.
ઓસ્ટ્રેલીયા સારી પ્રતિઘ્ધી ટીમ છે. અને જયારે તેઓ પોતાના હોમગ્રાઉન્ડ પર હોય તેમને પાછળ છોડવા મુશ્કેલી જઇ જાય છે. પણ ટીમ ઇન્ડીયા સારા ફોર્મમાં છે અને આપણી ટીમ મજબુત છે. તો મને લાગે છે કે આ સીરીઝ લડતવાળી રહેશે અને મને લાગે છે કે ભારતનો અહીં વિજય થશે. પણ અમે કયારેય ઓસ્ટ્રેલીયાને હળવા હાથે નથી લેતા. ભલે ટીમમાં ડેવીડ વોર્નર જેવા કી પ્લેયર નથી પણ તેમની ટીમ મહેનત ચોકકસ કરશે.
સોશિયલ મીડીયા ઉ૫ર અવાર નવાર ચર્ચામાં રહેતા હાદીકે કહ્યું હતું કે આ વર્ષ દરમિયાન સારી રમત માટે સખતમાં સખત મહેનત કરવી સહેલી નથી. તો થોડું એન્ટરટેમેન્ટ તો કરવું પડે ને મારી લાઇફને હું સોશિયલ મીડીયા પર ફેન્સ માટે શેર કરું છું. મારા લુક પર એકસપરિમેન્ટસ કરું છું. તેનાથી મને આરામ મળે છે અને અનિચ્છાઓ દુર થાય છે. તમારે તમારી જાતને શાંત રાખવી જરુરી છે.
ક્રિકેટના બાદશાહ માહી અંગે હાર્દીકે કહ્યું કે મહેન્દ્રસિંહ ધોનીને જરુર નથી કે તેણે કોઇના માટે કશું સાબિત કરવું પડે તેઓ અત્યાર સુધીના સમયના મહાન ખેલાડી છે. અને તેમને ખ્યાલ છે કે તેઓ શું કરી રહ્યા છે. ધોની તમામ યુવા ખેલાડીઓની પ્રેરણા છે.