મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભ્રષ્ટાચાર સામેના એકશનને આક્ષેપમાં ક્ધવર્ટ કરવો એ “ચોર કોટવાલને દંડે તેવાં કોંગ્રેસના નિવેદનો હાસ્યાસ્પદ પૂરવાર થાય છે
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરેલા આક્ષેપો એ તદ્દન જૂઠ્ઠા, પાયા વગરના અને માત્ર અપપ્રચાર છે. તેમ જણાવતાં ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જ હતાશા, નિરાશા અને તીવ્ર જૂબંધી હોવાી સંગઠનનું માળખું જમ્બોજેટ કરવું પડયું છે. કોંગ્રેસ પોતે હતાશામાં હોવાી વાદ-વિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ ફેલાવી રહી છે. જે ગુજરાતની પ્રકૃતિ, સંસ્કૃતિ વિરૂદ્ધની માનસિકતા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રી આર.સી.ફળદુજી એ કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર સામે એકશન લે છે ત્યારે એકશનનો વિરોધ કરવો અને એકશનને જ આક્ષેપમાં ક્ધવર્ટ કરવો એ કોઈ કાળે ઉચિત ની. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ભ્રષ્ટાચાર સામેના અભિયાનમાં કોંગ્રેસના ધારાસભ્ય જેલમાં છે.
મગફળીમાં પણ મોટાભાગના કોંગ્રેસના લોકો પકડાયા છે. પ્રાંતવાદના મુદ્દે પણ હિંસાત્મક નિવેદનો અને તોડફોડમાં કોંગ્રેસનાં જ લોકો જવાબદાર સાબિત થયાં છે. ત્યારે ચોર કોટવાલને દંડે તેવાં કોંગ્રેસના નિવેદનો હાસ્યાસ્પદ પૂરવાર થાય છે. અફવા, અપપ્રચાર, ઉશ્કેરાટ, વેરઝેર, હિંસા આ સમગ્ર માનવજીવનને અસ્રિ અને ગુજરાતને બદનામ કરવાના કોંગ્રેસના ઘાતક પરીબળોને ગુજરાતની જનતા કયારેય સફળ થવા દેશે નહીં.
પંડયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીનું પ્રમાણિક અને પ્રભાવી નેતૃત્વ છે. તેવું દેશ-વિદેશના તમામ લોકો કહી રહ્યાં છે. નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના ૧૩ વર્ષ અને પ્રધાનમંત્રીના ૪૧/૨વર્ષ દરમ્યાન કોંગ્રેસ ભ્રષ્ટાચાર મુદ્દે એક પણ આક્ષેપ કરી શકી નથી.હવે ચૂંટણી આવે છે એટલે રાજકીય ફટાણા ગાવા લાગી છે. ગુજરાતની જનતા ગુજરાતના સપૂત વિકાસપ્રિય અને લોકપ્રિય નરેન્દ્રભાઈ મોદીને ઓળખે છે અને કોંગ્રેસના ભૂતકાળના લાખો કરોડના કાળા કરતૂતો અને વર્તમાનમાં અશાંતિ, હિંસા, ફેલાવવાના ષડયંત્રોને પણ જાણી ચૂકી છે. એટલે ગુજરાતની જનતા કયારેય કોંગ્રેસને સ્વીકારવાની નથી.