લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરી તરછોડી દીધી તી
શહેરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના બનાવનો કેસ સ્પ્રે. પ્રોકસો કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપીને ૧૦ વર્ષની કેદ અને રૂ. ૧૫ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરમાં રહેતો દિનેશ ઉર્ફે મિથુન પરમાર નામનો શખ્સે ૧૭ વર્ષની સગીરાને પ્રેમ ઝાળમાં ફસાવી લગ્ન કરવાના ઇરાદે બાઇક પર અપહરણ કરી ચોટીલા, અમદાવાદ, જુનાગઢ, સોમનાથ, પ્રાંચ અને પાલીતાણા સહીતના સ્થળે લઇ જઇ દુષ્કર્મ ગુજારી સગીરાને તરછોડી દીધાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ કરેલી જે ફરીયાદના આધારે પ્રોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતા.
કેસની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવતા સ્પ્રે. પોકસો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે ભારતીય પુરાવા અધિનિયમમાં જે સુધારો કરવામાં આવેલ છે તે સુધારાની કલમ-૧૪૪ (ક) મુજબ જયારે ભોગ બનનાર કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવેલ કે શરીર સંબંધ વખતે તેણીની સંમતી ન હતી ત્યારે ન્યાય અદાલતે સંમતી ન હોવાનું માનવું ફરજીયાત ભોગ બનનારે કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવેલ હોય કે તેણીની સંમતિ ન હતી ત્યારે આ કેસ સ્પષ્ટ પણે સક્ષમ હોવાનું જણાયેલું હતુ તેમજ ભોગ બનનારના જે કપડા કબજે કરવામાં આવેલા તેમાં આરોપીનું બ્લડ ગ્રુપ સમાન હતુ તેથી ભોગ બનનાર સાથે આરોપીએ જ શરીર સંબંધ બાંધેલો છે તે નિ:શંકપણે સાબિત થાય છે.
સરકાર તરફેની આ તમામ રજુઆતો ઘ્યાનમાં લઇ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ એમ.એમ. બાબીએ આરોપી દિનેશ મૈસુરભાઇ પરમારને પોકસો એકટની કલમ-૬ હેઠળ તકસીરવાન ઠરાવી દશ વર્ષની સખ્દ કેદની સજા તેમજ ા પંદર હજારનો દંડ ફરમાવેલો છે.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા રોકાયેલા હતા.