રાજકોટ માનગરપાલીકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનને અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આજરોજ નવા ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી કરવામાં આવેલ. જેમા નરેન્દ્રસિંહ ઠાકુરને ફરી અઢી વર્ષ માટે ચેરમેન તરીકે ચૂંટવામાં આવેલ તેમજ વાઈસ ચેરમેન તરીકે ફરી મહિલાને પ્રતિનિધિત્વ આપવા માટે ભારતીબેન રાવલને ચૂંટવામાં આવેલ છે.
આ માટે બંને પદાધિકારીઓને શુભેચ્છા પાઠવતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, નરેન્દ્રસિંહ ઠાકુર તથા ભારતીબેન રાવલને રાહબરી હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓના સાર્વત્રિક વિકાસ બાબતે ખુબ પ્રગતિ થાય તેવી શુભકામના પાઠવું છું.