બ્લડ સેલ્સથી લઇ બ્યુટી સુધી બેનીફીશીયલ છે એન્ટીઓકસીડન્ટ
એન્ટીઓકસીડન્ટથી ભરપુર આહર વિશેની જાણકારી
શરિરને તંદુરસ્ત બનાવી રાખવા માટે કેટલીક તકેદારી રાખવી જરૂરી બનતી હોય છે. જેવી રીતે કેલ્શીયમ, વિટામીન્સ અને મિનરલથી મળતા પોષણથી શારિરીક તેમજ માનસીક વિકાસ થાય છે. તેવી જ રીતે એન્ટી ઓકસીડન્ટ પણ ખુબ જ જરૂરી છે. એન્ટીઓકસીડન્ટ ઓકસીડન્ટથી શરીરના સેલેન થતા નુકશાનને અટકાવે છે.આ ઉપરાંત બોડી ઉપર લાગતા બેકટેરીયા અને વાયરસથી પણ રક્ષણ આપે છે. આ ઉપરાંત એન્ટી ઓકસીડન્ટ કેન્સર તેમજ હ્રદયરોગ જેવી જીવલેણ બિમારીઓથી પણ બચાવે છે. એન્ટીઓકસીડન્ટ ધુમ્રપાન, શરાબ અને ઝેરી વાતાવરણથી થતી બિમારીઓને બ્લડ સ્ટ્રીમમાં પ્રવેશવાથી અટકાવી શરીરને ન્યુટીલાઇઝ કરે છે.
માટે જ સારા સ્વસ્થ્ય માટે એન્ટી ઓકસીડેન્ટ અને ઓકસીડેન્ટને નિયંત્રણમાં રાખવું ખુબ જ જરૂરી બને છે. જેના માટે ડાયેટ ચાર્ટ એક શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય કેટલાક ફળો એવા હોય છે જે એન્ટી ઓકસીડેન્ટથી ભરપુર હોય છે.
ચેરીએનર્જી લેવલને વધારવા માટે ચેરીમાં એન્થોસ્થાનીન નામનું એન્ટીઓકસીડન્ટ રહેલું હોય છે. અઠવાડીયામાં ત્રણ થી ચાર વખત અનસ્વીટ જયુસ પીવું જોઇએ.
ટમેટામહિલાઓને ફેલાતા કેન્સરને રોકવામાં ટમેટા ખુબ જ મદદરૂપ બને છે. એક અભ્યાસ મુજબ સામે આવ્યું છે કે જો મહીલાઓ વધુ લાયવેનેનું સેવન કરે તો તેનામાં તેટલી જ વધુ સુંદરતા આવે છે કે જો મહીલાઓ વધુ લાયવેનેનું સેવન કરે તો તેનામાં તેટલી જ વધુ સુંદરતા આવે છે. આ ઉપરાંત ટમેટા હેલ્થી ડાયેટ માટે પણ જરૂરી બની છે.
કિનોઝ
કિનોઝમાં મોટી સંખ્યામાં વિટામીન-સી મળી આવતું હોવાથી આ હળ એન્ટી એજીંગ છે તેથી ચહેરા ઉપર કડચલી પડતી નથી કિનોઝ મેટાબોલીઝમને સુધારવાની સાથે જ સ્કીન ગ્લોઇકા માટે પણ ઉપયોગી બને છે.
સ્ટ્રોબેરીસ્ટ્રોબેરીમાં પણ વિટામીનની માત્રા અધિક હોય છે સ્ટ્રોબેરીમાં ઇલેજીક એસીડ નામનું તત્વ મળી આવે છે જે શરીરમાં કેન્સર જેવા જીવલેણ રોગોને પ્રસરતા રોકે છે.
ગાજરબેટા કેરોટેનથી ભરપુર ગાજર કેરોટેનોઇડ માટે મહત્વનો ખોરાક છે જે ગાજરને લાલ અને કેસરી રંગ આપે છે.એન્ટીઓકસીડેન્ટની હાજરી હોવાથી સ્કીન અને હેલ્થ ચમકતી રહે છે.
આ ન્યુટીયન્ટસ ત્વચાને ડ્રાયનેસથી પણ બચાવે છે. આ ઉપરાંત સ્કીન ટોન સુધારતા ડાઘ , ધબ્બા પણ ધટાડે છે. માટે ગાજરને તમે નેચરલ હોમ રિમેડી તરીકે ઉપયોગમાં લઇ શકો છો.