કોંગ્રેસની માત્ર નેહરુ-ગાંધી પરીવારની વિચારધારા છે. જયારે ભાજપની રાષ્ટ્ર એ જ પરીવાર અને વસુદૈવકુટુમ્બકમની ભાવના સાથેની વિચારધારા છે. – ભરત પંડયા
કોંગ્રેસના નેહરુ-ગાંધી પરિવારે ૩૮ વર્ષ પ્રધાનમંત્રી તરીકે રાજ કર્યું છે અને મનમોહનસિંહના બેકસીટ ડ્રાઈવીગના ૧૦ વર્ષ એમ કુલ ૪૮ વર્ષ સુધી દેશનું શાસન નેહરુ-ગાંધી પરિવારે ચલાવ્યું છે.
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ નહેરૂ-ગાંધી પરીવારે ૩૯-૪૦ વર્ષથી ઘરમાં જ રાખ્યું અને હવે રાહુલ ગાંધી અધ્યક્ષ છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ બુથનાં કાર્યકર્તા માંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે અને તેમનાં વીઝન અને પરીશ્રમથી આજે ૧૩ કરોડનાં સભ્યો સાથે વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાટીઁ બની છે. – ભરત પંડયા
સંગઠનનો અનુભવ મેળવવા રાહુલ ગાંધીએ તાલુકા પ્રમુખ બનવું જોઈએ. કારણ કે, તેમની આગેવાનીમાં કોંગ્રેસ દેશમાં 28 ચૂંટણીઓ હારી છે. હવે ચૂંટણી જીતવામાં “ફેલ” એવા “ રાહુલ–રાફેલ” મુદ્દે જૂઠ્ઠા આક્ષેપો કરીને
વિવાદ ઊભો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે. – ભરત પંડયા
શંકરસિંહ છેલ્લા ૨૦ વર્ષથી કોંગ્રેસમાં હતા. એટલે “અધ્યક્ષ કોને બનાવવા” તે સલાહ ભાજપને આપવાને બદલે તેમણે કોંગ્રેસને આપવી જોઈએ. – ભરત પંડયા
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નહેરૂ ગાંધી પરીવારે સત્તા અને સંગઠન દાયકાઓ સુધી ઘરમાં જ રાખ્યું છે. તેમ કહીને સત્યને ઉજાગર કર્યું છે. તેની વિગતો આપતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે આ દેશમાં પ્રધાનમંત્રી તરીકે નહેરૂજીએ ૧૬ વર્ષ-૨૮૬ દિવસ, ઇન્દિરાજીએ ૧૫ વર્ષ અને ૩૬૦ દિવસ, રાજીવ ગાંધી ૫ વર્ષ-૩૨ દિવસ, મનમોહનસિંહજી ૧૦વર્ષ-૪ દિવસ તે સમયે ભ્રષ્ટાચારમાં મૌન, વિશ્વમાં ખરડાયેલી દેશની છબીમાં મૌન, વિકાસમાં અનિર્ણાયક અને બેક સીટ પર સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ રાજ ચલાવ્યું છે. તે જનતાએ જોયું છે અને કોંગ્રેસ સંગઠનમાં નેહરુજી ૧૯૨૯-૩૦, ૧૯૩૬ અને ૧૯૫૧ થી ૧૯૫૪(૭ વર્ષ), ઈન્દીરાજી ૧૯૫૯ અને ૧૯૭૮થી ૧૯૮૪ (૭ વર્ષ), રાજીવ ગાંધી ૧૯૮૫ થી ૧૯૯૧ (૬ વર્ષ), સોનિયા ગાંધી ૧૯૯૮ થી ૨૦૧૭ (૧૯ વર્ષ) આમ કુલ ૩૯-૪૦ વષઁ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઘરમાં જ રાખ્યું અને હવે રાહુલ ગાંધી અધ્યક્ષ છે. કોંગ્રેસના નેહરુ-ગાંધી પરિવારે ૩૮ વર્ષથી વધુ વર્ષ પ્રધાનમંત્રી તરીકે રાજ કર્યું છે અને મનમોહનસિંહના બેકસીટ ડ્રાઈવીગના ૧૦ વર્ષ એમ કુલ ૪૮ વર્ષ સુધી દેશનું શાસન નેહરુ-ગાંધી પરિવારે ચલાવ્યું અને કોંગ્રેસના સંગઠનમાં ૩૭ વર્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહરુ-ગાંધી પરિવાર રહ્યું છે. હવે રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે ચાલુ છે.કોંગ્રેસની માત્ર નેહરુ-ગાંધી પરીવારની વિચારધારા છે. જયારે ભાજપની રાષ્ટ્ર એ જ પરીવાર અને વસુદૈવકુટુમ્બકમની ભાવના સાથેની વિચારધારા છે.
પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ બુથનાં કાર્યકર્તા માંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે અને તેમનાં વીઝન અને પરીશ્રમથી આજે ૧૩ કરોડનાં સભ્યો સાથે વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાટીઁ ભાજપ બની છે. અને નરેન્દ્ર ભાઈ મોદી ના નેતૃત્વમાં કેન્દ્ર અને 20 રાજ્યોમાં ભાજપની સરકાર બની તેમાં અમિતભાઈનું મહત્વનું યોગદાન છે.
રાહુલ ગાંધી એ પહેલા કોંગ્રેસના તાલુકા પ્રમુખ બનવું જોઈએ તેમ પંડયાએ જણાવતાં કહ્યું હતું કે, નાની જવાબદારીથી કાર્યકર્તા અને સંગઠનનો અનુભવ મળે તેમાં ઘડતર થતું હોય છે. જો આ પ્રકારનો અનુભવ લીધો હોત તો રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ દેશમાં ૨૮ ચૂંટણીના હાર્યા ન હોત. રાહુલ ગાંધી તમામ ચૂંટણીમાં “ફેલ” થયા છે. તેથી હવે ચૂંટણી જીતવામાં ફેલ એવા “રાહુલ – રાફેલ” મુદ્દે જૂઠ્ઠા આક્ષેપો કરીને વિવાદ ઊભો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ દેશની જનતામાં હાસ્યાસ્પદ પુરવાર થાય છે.
શંકરસિંહ વાઘેલા એ છેલ્લા ૨૦ વર્ષથી કોંગ્રેસમાં હતા એટલે કોઈ મુસ્લિમને અધ્યક્ષ બનાવવા જોઈએ તેવી સલાહ ભાજપને આપવાને બદલે તેમણે કોંગ્રેસને આપવી જોઈએ. આમ પણ કોંગ્રેસમાં તેમના મિત્ર અને વર્ષોથી નેહરુ-ગાંધી પરિવાર એવાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના વર્ષોથી રાજકીય સલાહકાર તરીકે રહ્યા છે તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે મદદરૂપ થવું જોઈએ અને દેશની જનતાને યાદ છે કે ભાજપે અબ્દુલ કલામને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યાં હતાં. તેમ ભરત પંડયાએ અંતમાં જણાવ્યું હતું.