રાજકોટ ખાતે યોજાયેલા સહકારી ક્ષેત્રના અગ્રણીરમણીકભાઇ ધામીના જ્વેલ ઓફ કો-ઓપરેટિવ, સેલીબ્રેશન ઓફ લાઇફ કાર્યક્રમમાં મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ
રાજયના મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ સગૌરવ જણાવ્યું હતું કે, રમણીકભાઇ ધામી જેવા સહકાર ક્ષેત્રના ભીષ્મપિતામહને કારણે સહકાર ક્ષેત્ર ઉજળું બન્યું છે.
સહકારી ક્ષેત્રમાં રમણીકભાઇ ધામીના પ્રદાનને રૂપાણીએ નતમસ્તકે બિરદાવ્યું હતું, તથા રાષ્ટ્રીય કક્ષાનો સહકારી ક્ષેત્રનો સપૂત આપવાનું રાજકોટ શહેરને સૌભાગ્ય સાંપડ્યું છે, તેમ પણ ઉમેર્યું હતું.
હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા રમણીકભાઇ ધામીના જ્વેલ ઓફ કો-ઓપરેટિવ, સેલીબ્રેશન ઓફ લાઇફ કાર્યક્રમમાં મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ કપરી નાણાંકીય પરિસ્થિતિમાં પણ થાપણદારો અને સભાસદોનો સહકારી ક્ષેત્રમાં વિશ્વાસ જાળવી રાખવા બદલ રમણીકભાઇ ધામી જેવા સહકારી ક્ષેત્રના દિગ્ગજોની પ્રતિબધ્ધતા પ્રત્યે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ગુજરાત તથા રાજકોટના સહકારી ક્ષેત્રના ટોચના વ્યક્તિવિશેષોના મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ સંસ્મરણો વાગોળ્યા હતા, તથા ગુજરાતને સહકાર ક્ષેત્રે નંબર વન બનાવવામાં તેમણે આપેલા યોગદાનનો ઉલ્લેખ કરી તેમની પ્રત્યે કૃતકૃત્યતાની લાગણી દર્શાવી હતી
રમણીકભાઇ ધામીના જીવનમાંથી નવી પેઢીને પ્રેરણા લેવા મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ અનુરોધ કર્યો હતો. તથા જીવનની પાછલી અવસ્થામાં પેરેલીસિસ સામે મનની મક્કમતાથી રમણીકભાઇએ જીવનસંગ્રામનો કેવી રીતે સામનો કર્યો, અને સમગ્ર સમાજ માટે કઇ હદની પ્રામાણિકતાથી કામ કર્યું, તે સમગ્ર હકીકતનું બયાન કર્યું હતું. સરકાર ઉપરાંત, શિક્ષણ તથા અન્ય સેવાકીય ક્ષેત્રે મળેલા રમણીકભાઇ ધામીના સહયોગને પણ રૂપાણીએ બિરદાવ્યું હતું.
રમણીકભાઇ ધામીના જીવન-કવન પરથી બનેલી ટુંકી ડોકયુમેન્ટ્રી ફિલ્મ આ પ્રસંગે દર્શાવાઇ હતી, જેને મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીસહિતના મહાનુભાવોએ નિહાળી હતી.
આ પ્રસંગે રાજયસભાના સભ્યડો.ચંદ્રપાલસિંહ યાદવ, ધારાસભ્યગોવિંદભાઇ પટેલ, એન.સી.સી.એફ નવી દિલ્હીના પ્રમુખ ડો.બિજેન્દરસિંઘ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતીના પ્રમુખદેવેન્દ્રભાઇ દેસાઇ, નાફેડના અધ્યક્ષવાઘજીભાઇ બોડા, સહકારી અગ્રણી જયોતિન્દ્ર મહેતા, ડોલરભાઇ કોટેચા, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, દિલીપભાઇ સંઘાણી, બાન લેબ્ઝના મેનેજીંગ ડીરેકટરમૌલેશભાઇ ઉકાણી, યુવરાજમાંધાતાસિંહ જાડેજા, જાણીતા લેખકજય વસાવડા, કૃભકોના ચેરમેનપરેશભાઇ પટેલ, કૃભકોના ડાયરેકટરભીખાભાઇ પટેલ, કલેકટરડો.રાહુલ ગુપ્તા, મ્યુની કમિશ્નરબંછાનીધિ પાનિ, પોલીસ કમિશ્નરમનોજ અગ્રવાલ, નિવાસી અધિક કલેકટરપરિમલ પંડયા, સહકારી જગતના દિગ્ગજો, રાજ બેંકના અધિકારીઓ-કર્મચારીઓ, શહેરીજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.