દિલ્હીની ફલાઈટ સમયસર ઉપડી ન શકી: મુંબઈની ફલાઈટ સમયે ન આવતા મુસાફરો પરેશાન: વ્હેલી સવારે ઠંડીનો ચમકારો
વેસ્ટર્ન ડિસબન્સની અસર તળે પવનની દિશા ફરતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વર્તાય રહ્યો છે આગામી દિવસોમાં શિયાળો જમાવટ કરે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે સવારે રાજકોટ ગાઢ ધુમ્મસની આગોસમાં લપેટાયું હતુ ઝાકળના કારણે વિઝિબિલિટી માત્ર ૧૦૦ મીટર રહેવાના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ધુમ્મસથી હવાઈ સેવા પણ ખોરવાઈ જવા પામી હતી. રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડીયાની ફલાઈટ સવારે સમયસર ઉપડી શકી ન હતી તો જેટ એરવેઈઝની મુંબઈથી રાજકોટ આવતી ફલાઈટ સવારે સમયસર ન આવતા મુસાફરો અકળાય ગયા હતા.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતુ. ચાલુ સાલ શિયાળાની સીઝનનુય આજે સૌથી મહતમ તાપમાન રહેવા પામ્યું હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા પવનની સરેરાશ ઝડપ ૫ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. સવારે ૮.૩૦ કલાકે શહેરનું તાપમાન ૨૧.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ જયારે ૭.૦૦ કલાક બાદ જોરદાર ઝાકળ વર્ષા થવા પામી હતી. ગાઢ ધુમ્મસના કારણે સવારે ૮.૪૫ કલાક સુધી વિઝીબીલીટી માત્ર ૧૦૦ મીટર જ રહેતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. વહેલી સવારે દિલ્હીથી રાજકોટ આવતી એરઈન્ડિયાની ફલાઈટનું રાજકોટમાં લેન્ડીંગ થયા બાદ ઝાકળવર્ષા શ‚ થવાના કારણે નિર્ધારિત સમયે ટેકઓફ થઈ શકયું નહ તુ આ ઉપરાંત વાતાવરણ કિલયર ન હોવાના કારણે સવારે ૯ કલાકે મુંબઈથી રાજકોટ આવતી જેટ એરવેઈઝની ફલાઈટનું રાજકોટમાં આગમન થઈ શકયું નહતુ ગાઢ ધુમ્મસના કારણે વિમાની સેવા ખોરવાતા મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. પવનની દીશા ફરતા આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.