કેન્દ્રનું સિંહો માટે ૧૦૦ કરોડનું પેકેજ
સિંહ હંમેશા મનુષ્ય વચ્ચે રહેવા ટેવાયેલો છે અને જયાં માનવ વસવાટ હોય ત્યાં તેને રહેવું વધુ પસંદ પડે છે
ગુજરાતી શાન ગીરનાં સાવજને માનવામાં આવે છે જે સાચી વાત પણ છે. કારણકે, સિંહ હંમેશા મનુષ્ય વચ્ચે રહેવા ટેવાયેલો છે. કહેવાય છે કે મનુષ્ય એ કદી મનુષ્યનો શિકાર કર્યો નથી અને મનુષ્ય વચ્ચે રહેવા ટેવાયેલો છે. સિંહને કોઈપણ જાતની સમસ્યા હોય તો તે મનુષ્ય પાસે જાતો હોય છે. પોતાની હદથી બહાર અત્યારે સાવજો નિકળી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે લોકોથી તે દુર થતા જોવા મળી રહ્યા છે. અન્ય રાજયોમાં શિકારીઓ પકડાતા હોય છે. જયારે ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તે કદી નથી બન્યું ત્યારે અમરેલીનાં ખેતરમાં મગફળીના ઢગલામાં સિંહો નજરે ચડે છે જે એક ગૌરવની વાત છે. હવે આંતરરાષ્ટ્રીય યુનિયન ફોર ક્ન્નઝર્વેશન ઓફ નેચરે ખાતરી આપી છે કે સિંહો પોતાના સુરક્ષિત વિસ્તારની બહાર પોતાના ઘર બનાવે છે.
૧૯૯૩ થી ૨૦૧૪ વચ્ચે અભ્યારણ વિસ્તારોની બહાર સિંહોની વસ્તી ૪૦૦ ટકા વધી છે. અભયારણ્ય વિસ્તારોમાં આ આંકડો માત્ર ૧૧ ટકા હતો. ગુજરાત ફોરેસ્ટ વિભાગ વસ્તી ગણતરી ૨૦૧૫નાં ડેટા વિશ્લેષણે અભ્યારણ્ય વિસ્તારમાં ૨૦.૨૩ ટકા પર વસ્તી દર્શાવી હતી. અભ્યારણ્ય વિસ્તારમાં સિંહોની વસ્તી ૨૭૬ થી વધીને ૩૦૬ થઈ હતી જયારે તે સંરક્ષિત વિસ્તારની બહાર ૩૬ થી ૧૭૯ સુધી પહોંચી હતી તે ૨૦૧૪માં ૪૮૫ સિંહો હતા. ૨૦૧૫માં ૫૨૩ સિંહોની વસ્તી જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જેવા પાંચ જીલ્લાઓમાં ફેલાઈ છે.
નિષ્ણાંતોનું માનવું છે કે, સંરક્ષિત વિસ્તારોની બહાર સિંહની વસ્તીમાં ૪૦૦ ટકા વધારો રાજયમાં સિંહો અને સંરક્ષણ અને સંચાલને ફરીથી ડિઝાઈન કરવાની જરૂર છે. ગુજરાતમાં સિંહ સંરક્ષણ માટેનો દેખરેખ માટે અધિકારી હોવો જરૂરી છે. ગેરકાનુની સિંહના શો ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ. વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ દ્વારા વારંવાર દરખાસ્તો મુકવામાં આવી છે કે સિંહો હવે એજન્સી દ્વારા દેખરેખ રાખવી જોઈએ. હાલમાં અભ્યારણ્ય વિસ્તારોમાં સિંહે સંરક્ષણ જે જંગલ વિભાગની જવાબદારી છે.
સિંહના નિષ્ણાંતો અને વન્યજીવન સંસ્થામાં સભ્ય વાય.વી.ઝાલાએ જણાવ્યું હતું કે, સરકારે માનવ પશુ સંઘર્ષના ભોગ બનેલાઓને વળતર આપવા માટે એક કાર્ય યોજના તૈયાર કરવાની જરૂર છે. જે વધુ સિંહોની જેમ વધશે. આવકનાં વિસ્તારોમાં સિંહો જોખમમાં છે અને સ્થાનિક લોકોની હાજરી હોવાના કારણે અસ્તિત્વમાં છે.