કુદરતની તાકાત સામે કોઈ ટકી નથી શક્યું,એ વાસ્તવિકતા નજરઅંદાજ કરી સકાય તેમ નથી. કુદરતનો કહેર વરસી રહ્યો હોય તેમ ક્યાંક ભયાનક આગ. ક્યાંક ભયંકર વાવાઝોડું તો ક્યાંક માનવમાં ન આવે, રણમાં પૂર આવવાથી તારાજી સર્જી. આપણે ક્યાક કુદરતનો પાવર શું છે તે ભૂલી જઇએ છીએ. તો આવો જોઇએ કુદરતનાં આ કહેરના હચમચાવતા વિડીયો.
અમેરિકાના કેલિફોર્નિયામાં ઈતિહાસની સૌથી ભયાનક આગમા હજારો લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જેમાં મૃત્યુઆંક વધી ગયો હતો.
ઓમાનમાં ‘મેકુનુ’એ ભારે વિનાશ વેર્યો છે.અહીં રણમાં પણ પાણી ભરાઈ ગયું છે. ઓમાનના સલાહા શહેરમાં સૌથી ખરાબ સ્થિતિ થઈ હતી.કલાકોમાં 11 ઈંચ વરસાદ પડ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે અહી આટલો વરસાદ ત્રણ વર્ષમાં પડે છે.
જાપાન અવાર નવાર કુદરતી આપતીનો સામનો કરે છે. ત્યારે ચાલો જોઈએ જાપાનમાં આવેલા રૂંવાડા ઉભા કરી દે તેવા વાવાઝોડાના દ્રશ્યો.