સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબકકાની પરિક્ષાનો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રારંભ: ૭૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે
દિવાળીના મીની વેકેશન બાદ આજથી શાળા-કોલેજોમાં શૈક્ષણીક કાર્યનો પ્રારંભ થયો છે. દિવાળી બાદ આજથી શૈક્ષણીક કાર્યનો પ્રારંભ થતા અનેક શાળાઓના પટાંગણમાં બાળકોનો કિલકિલાટ ગુંજી ઉઠ્યો. સાથોસાથ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબકકાની પરિક્ષાનો પણ આજથી પ્રારંભ થઈ ચૂકયો છે. અને બીજા તબકકામાં ૭૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
પંદર દિવસથી સુનુ પડેલુ સ્કુલનું પરિસર આજે વિદ્યાર્થીઓની ચહેલ પહેલથી ફરી ધમધમી ઉડ્યું છે. પણ સરકારે ૧૫ દિવસનું દીવાળી વેકેશન જાહેર કર્યા બાદ કેટલીક ખાનગી સ્કુલો દ્વારા સરકારી નિયમોની અવગણના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નવરાત્રીમાં પણ વેકેશન આપ્યું હોવાથી આ વખતે દિવાળી વેકેશનમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આજથી શરૂ થતા નવા સત્રથી રાજયની તમામ પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી અપલોડ થશે. આ માટે આધાર ડાયસ ચાઈલ્ડ ટ્રેકીંગ સિસ્ટમમાં લોગીન થઈને દરેક શાળાએ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓની નામની સામે રોજેરોજ શાળા ખૂલ્યાની ૩૦ મિનિટમાં ઓનલાઈન હાજરી અપલોટ કરવાની રહેશે.
દિવાળી વેકેશન પૂર્ણ થતા શાળા-કોલેજો આજથી ફરી ધમધમી ઉઠી છે. સૌરાષ્ટ્ર યુનિ.ની બીજા તબકકાની પરિક્ષાનો પણ પ્રારંભ થયો છે. ત્યારે ૭૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપનાર છે. સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પરિક્ષા દરમિયાન કોપી કેસના બનાવો ના બને તેમાટે ૨૨૫ જેટલા ઓબ્ઝવર્રો મૂકયા છે. આજે શાંતિપૂર્ણ માહોલમાં બીજા તબકકાની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.