સાત વાહન સાથે રૂ.૭૦.૭૫ લાખનો મુદામાલ જપ્ત કરાયો

કલેકટર  સુરેન્દ્રનગરનાં કે.રાજેશ , ઈનચાર્જ  એસ.પી. શ્રી સુરેન્દ્રનગર એ.બી. વાણંદ  , નાયબ કલેકટર શ્રી વઢવાણ પટણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રી વી.કે.સુમેરા ની ટીમ , પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. આર. જેટી  તથા પોલીસ સ્ટાફ , સર્કલ ઓફિસર રેવન્યુ વઢવાણ તથા રેવન્યુ તલાટી  સાંકળી તથા પંચાયત તલાટી સાંકળી  આજરોજ વઢવાણ તાલુકાના સાંકળી ગામના ભોગાવો નદીમાંથી અલગ અલગ ત્રણ ચિલાઓ થી સંયુક્ત રેડ  કુલ ૩ ડંપર તથા ૨ ટ્રેકટર , ૧ જે.સી.બી., ૧ લોડર, ૩ રેતી ના ચારણા એમ કુલ  ગેરકાયદેસર રેતિચોરી કરતાં સાત (૭) વાહનની કિંમત રુપિયા ૭૦,૦૦,૦૦૦ અને રેતીનો જથ્થો ૨૦૦ મેટ્રિક ટન જેની કિંમત રૂપિયા ૭૫,૦૦૦ એમ કુલ ૭૦,૭૫,૦૦૦ રૂપિયાનો માલ મુદ્દો જપ્ત કરી પોલીસ સબ ઇન્સ્પેકટર વઢવાણ ને સુપ્રત કરવામાં આવ્યો. અને જવાબદાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.