ભારત દેશ પ્રાકૃતીક.એતિહાસિક,અને સાસ્કૃતિક વરસાઓથી ભરપુર છે. આપણી સંસ્કૃતિ એવી છે કે આપણે દરેક જગ્યાએ આપણા ભગવાનને પોતાની આસપાસ રાખીએ છીએ. વસે છે તો તે કણ-કણમાં. પણ તેમનું મંદિર આપણે દરેક જગ્યાએ બધાવીએ છી. આ સંસ્કૃતિ આજ કાલની નથી, પણ વર્ષો જૂની છે. હિન્દુઓને પોતાના ઘરથી વધુ મંદિરનું ચિંતન રહે છે. આ શ્રદ્ધા આજની નથી પણ સેંકડો વર્ષો પહેલા પણ હતી.લોકો તેમના ઇષ્ટદેવની આરાધના કરવા માટે તેમના મંદિર પોતાના મોહલો કે ગામની અંદર બનાવાતા હતા.કૈલાશ મંદિર દુનિયામાં પોતાના અનોખા વાસ્તું માટે જાણીતું છે. આ મંદિર માલકેડ સ્થિત રાષ્ટ્રકુત વંશના રાજાશ્રી (પ્રથમ) (760-753 ઇ.) ને નિમિત્ત કરાયા હતા.
આ એલોરા જીલ્લા ઔરંગાબાદ સ્થિત લયણ-શ્રેણીનું છે. એલોરાના 34 ગુફામાં સૌથી અદ્ભૂત છે. આ ભવ્ય મંદિર જોવા માટે ભારતમાંથી નહિ પણ સમગ્ર વિશ્વમાંથી લોકો આવે છે. ઘણા વર્ષો પહેલા બનાવેલું આ મંદિર આજે પણ સુંદર અને ભવ્ય લાગે છે.
વિશાળ કેલાશ મંદિર જોવા માં જેટલું સુંદર છે તેના કરતાં વધારે સુંદર છે.આ મંદિર કરેલું કામ પણ તેટલું સુંદર છે.આ વાત જાણીને નવાય લાગસે કે આ મંદિર બનાવવા માં 1, 2 નહિ પરંતુ સંપૂર્ણ 150 વર્ષ લાગ્યા હતા. હા, આ મંદિર બનાવવા માં 100 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. હવે તમે વિચારી શકો છો કે તેના કલાકારી કેટલી સુંદર હશે.સામાન્ય રીતે કોઈ પણ મંદિર હોય ઝટપથી તૈયાર થાય છે. તેને બનાવવા માં ઓછા કારિગરો લાગે છે, પરંતુ ઇલોરા કે આ કેલાશ મંદિરમાં ખરેખર ભગવાનનું સ્થાન છે.અને આ મંદિર બનાવવા માટે કારીગરો ની સંખ્ય 7000 હતી. આ 7000 કારીગરો એ મળીને આ મંદિરને ભવ્યતા આપવામાં આવી.
આ મંદિરનો સૌથી વિશિષ્ટ વાત એ છે કે તેને હિમાલયના કેલાશની જેમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. કૈલાશ મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં પ્રખ્યાત ઇલોરાની ગુફામાં સ્થિત છે. આ ઇલોરાની 16 મી ગુફાની શોભા વધારી રહી છે. આ મંદિરની શિવલીંગ પણ વિશાળ છે. આ જ તેની સૌથી વિશેષ વાત છે.આ મંદિર બે મંઝિલ બનાવવામાં આવેલ છે. આ મંદિર એક જ પત્થર માથી બનાવવામાં આવેલ સૌથી મોટી મૂર્તિ માટે જાણીતું છે. આ મંદિરની ઊંચાઈ 9 0 ફીટ છે. આ મંદિરમાં બનાવવા માટે ઘણી પેઢીઓનું યોગદાન રહ્યું છે. આ મંદિર દિવસ-રાત કામ કરીને બનાવવામાં આવેલ છે.આ જાણીને આશ્ચર્ય થશે કે તેના નિર્માણમાં આશરે 40 હજાર ટન વજનની પત્થરોને કાપીને બનાવેલ છે. ત્યારે આ મંદિર બન્યું. આ મંદિરની આંગણની ત્રણેય બાજુ વિવિધ નકસીઓથી કોતરેલ છે. અને ખુલા મંડપમાં વિશાળ નંદી બીરાજમાન છે અને તેની બંન્ને બાજુ વિશાળ કદના હાથી અને સ્તંભ બન્ને છે. આ મંદિરના મુખ્ય આકર્ષણમાંનું એક છે.
આપણે મંદિરો ધણા જોયા હસે પણ આવું અલોકિક મંદિર જોયું નહીં હોય…..