આર.આર.સેલે ૫૦૬૮ બોટલ દારૂ, મોબાઈલ અને ટ્રક મળી રૂ.૨૩.૯૬ લાખનો મુદામાલ કબ્જે: બેની શોધખોળ
રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રકમાંથી રાજકોટ રેન્જે વિદેશી દારૂની ૫૦૬૮ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂ.૨૩.૯૬ લાખનો મુદામાલ કબ્જે કરી બે શખ્સોની શોધખોળ આદરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેન્જના આઈ.જી. સંદીપસિઘ દારૂ જુગારની બદી ડામવા આપેલી સુચનાને પગલે પીએસઆઈ એમ.પી. વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે લીંબડી તરફથી ટ્રકમાંથી વિદેશી દારૂ નો જથ્થો આવી રહ્યાની સ્ટાફની બાતમીનાં આધારે સ્ટાફે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોંચ ગોઠવી હતી.વાંચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં આવી રહેલા એમ.એચ. ઈવાય ૮૭૫૭ નંબરનાં ટ્રકને અટકાવી તલાશી લેતા રૂ.૧૮.૯૪ લાખની કિમંતનો ૫૦૬૮ બોટલ દારૂ સાથે ટ્રક ચાલક ઉતર પ્રદેશના સુનિલ વિદેશીરામ સુંદરની ધરપકડ કરી ટ્રક અને દારૂ મળી રૂ.૨૩.૯૬ લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં યુ.પી.ના રોહીત ઠાકુર અનેદારૂનો જથ્થો મોકલનારનું નામ ખૂલતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનોનોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.આ દરોડામાં આર.આર.સેલ.ના પી.એસ.આઈ. એમ.પી. વાળા, સ્ટાફ રામભાઈ મંડ, સુરેશભાઈ હુંબલ, સંદીપસિંહ રાઠોડ, કુલદીપસિંહ ચુડાસમા, કૌશિકભાઈ મોગલભાઈ અને ચંદ્રવિજયસિંહ સહિતના સ્ટાફેકામગીરી બજાવી હતી.