આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડો
ઔધોગિક ઉત્પાદનમાં વધારો સહિતના ૧૦ પરિબળો રૂપિયાને મજબુતાઈ આપી રહ્યા છે
છેલ્લા ઘણા સમયથી ડોલર સામે રૂપિયો સતત ગગડતા માર્કેટમાં ડામાડોળ સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હાલ દિન-પ્રતિદિન રૂપિયો મજબુત બની રહ્યો છે જે અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે આવશ્યક છે. મંગળવારે રૂપિયામાં ૦.૩ ટકા એટલે કે ૨૨ પૈસાની તેજી નોંધાઈ હતી અને ડોલર સામે ૭૨.૬૭ રૂપિયાની મજબુતાઈ પકડી હતી.
ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો અને મેક્રો ઈકોનોમીક ડેટા વધુ મજબુત બનતા આ બદલાવ નોંધાયો છે. ક્રુડ ઓઈલની કિંમતમાં ૩ ટકાનો ઘટાડો થયો છે જેના પગલે ચાલુ ખાતાની ખાદ્યમાં પણ મહંદઅંશે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અમેરિકન ડોલર સામે રૂપિયો ૧૩.૮ ટકા સુધી નીચે ગગડી ગયો હતો જેણે સામાન્ય રોકાણકારથી માંડી સરકારની ચિંતા પણ વધારી દીધી હતી પરંતુ હાલ, આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાવોના કારણે રૂપિયો મજબુત બની રહ્યો છે. જેના વિશે આપણે હવે અગત્યની દસ વાતો જાણીએ.
૧). મંગળવારે ગ્રીન બેંક સામે રૂપિયો ૭૨.૮૧ સુધી મજબુત રહ્યો હતો અને ૩૮ પૈસાના વધારા સાથે ૭૨.૫૧ની સપાટીએ પહોંચ્યો હતો.
૨). અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓપેક પરના દબાણો મુકયા બાદ કાચા તેલની કિંમત ૧.૯૭ ડોલર પ્રતિ બેરલ અથવા તેમાં ૨.૮ ટકાનો ઘટાડો થયો હતો જેના પગલે ડોલર ૬૮ની સપાટીએ રહ્યો હતો.
૩). કાચા તેલની વૈશ્ર્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ઓકટોબરની શરૂઆતમાં ચાર વર્ષના ગાળામાં ઉચ્ચ સ્તરે પહોંચતા ક્રુડની કિંમતમાં ૨૦ ટકાથી વધુ ઘટાડો થયો છે.
૪). હોસ્પિટલ ક્ષેત્રમાં એફડીઆઈ સાથે સંબંધિત ડોલર ઈનફલોમાં પણ રૂપિયામાં મજબુતી નોંધાઈ છે.
૫). યુરોપમાં રાજનીતિક પરિબળોના કારણે તે અમેરિકન ડોલરનો સુચકઆંક જાળવી શકયું નથી.
૬). ખોરાક અને ઉર્જાને સમાવિષ્ઠ કરતા રીટેઈલ ઈન્ફલેશનરેટમાં ઓકટોબર માસમાં ૩.૩૧% ઘટાડો નોંધાતા રૂપિયાને મજબુતાઈ પકડવામાં મદદ મળી છે.
૭). અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, આગામી બેઠકમાં આરબીઆઈ માર્કેટના આ પરીબળો ધ્યાને રાખી લેન્ડીંગ રેટ વધારે તેવી શકયતા છે.
૮). ઔધોગિક ઉત્પાદનમાં વધારો પણ રૂપિયાની મજબુતાઈનું કારણ બન્યું છે. સપ્ટેમ્બરમાં ઉધોગીક ઉત્પાદનમાં ૪.૫ ટકા જયારે ઓકટોબરમાં ૪.૭ ટકા વધારો નોંધાયો છે.
૯). ઘરેલું શેરબજારમાં સેન્સેકસ ૩૩૧ એક ઉપર અને નિફટી ૧૦૦ એક વધી ૧૦,૫૮૨ પોઈન્ટે રહ્યો હતો.
(૧૦ ). ચાલુ વર્ષે રૂપિયો અમેરિકન ડોલર સામે કુલ ૧૩.૮ ટકા ગગડયો છે
આરબીઆઇ આવતીકાલે ૧૨૦૦૦ કરોડનો નાણાનો ‘થેલો’ ખુલ્લો મુકશે!
આરબીઆઇ આવતીકાલે ૧૨૦૦૦ કરોડનો નાણાનો ‘થેલો’ ખુલ્લો મુકશે!
માર્કેટમાં તરલતા વધારવાના હેતુથી કેન્દ્રીય બેંક આરબીઆઇએ મહત્વની જાહેરાત કરી છે. અને જણાવ્યું છે કે રિઝર્વ બેંક ૧૫મી નવેમ્બર એટલે આવતીકાલે ૧ર૦૦૦ કરોડ રૂપિયા માકેટમાં વહેતા કરશે.
બોન્ડ સહિતની ગવર્નમેન્ટ સિકયુરીટીની આરબીઆઇ ખરદી કરશે આ માઘ્યમથી માર્કેટમાં ૧ર હજાર કરોડનો નાણાનો ‘થેલો’ ખુલ્લો મુકશે.
આરબીઆઇનો આ નિર્ણય માર્કેટની લીકવીડીટી સીચ્યુએશનને વધુ સરળ કરવામાં મદદ કરશે. આ માટે આરબીઆઇએ કોર બેકીંગ સોલ્યુશન સીસ્ટમનું ફોરમેન્ટ પણ ઉર્ભુ કર્યુ છે.