ભગવાન સોમનાથનાં સાનીધ્યે તા. ૧૯ થી તા.૨૩ દરમ્યાન પ્રભાસ-પાટણમાં હોટલ સફારી સામેના ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે કાર્તિકી પૂર્ણીમાનાં મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળા સંદર્ભે ગુડલક સર્કલ થી ગૈારીકુંડ ચેક-પોસ્ટ સુધી તમામ પ્રકારનાં વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.
ગુડલક સર્કલથી તમામ પ્રકારના વાહનો એક માર્ગીય રીતે વેણેશ્વર ચેકપોસ્ટ, ગૈારીકુંડ ચેકપોસ્ટ થઇ સોમનાથ ટ્રસ્ટનાં વાહન પાર્કિંગ સ્થળ ખાતે પાર્ક કરવાનાં રહેશે. તેમજ ગૈારીકુંડ પાસેનાં સોમનાથ ટ્રસ્ટના વાહન પાર્કિંગ સ્થળમાં પાર્ક થયેલા વાહનો પરત જતી વખતે પ્રજાપતિ ધર્મશાળા, અવધુતેશ્વર થઇ સફારી બાયપાસ રોડ ઉપરી બહાર જઇ શકશે.
આ રીતે આવક-જાવક બન્ને રસ્તાઓ વન-વે રહેશે અને ટુ-વ્હીલર વાહનો ગુડલક સર્કલી વેણેશ્વર ખાતે થયેલ પાર્કિંગ સ્થળ સુધી જઇ શકશે. ગૈારીકુંડ ચેકપોસ્ટ થી હમીરજી સર્કલ (ત્રિવેણી સર્કલ) થી ગીતા મંદિર સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, એચ.આર.મોદી ગીર-સોમનાથ દ્રારા એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી વાહનો માટે આ વ્યવસ તા. ૧૯/૧૧/૧૮ નાં ૮:૦૦ કલાક થી ૨૩/૧૧/૧૮ નાં ૧૮:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. એસ.ટી. બસ, મેડિકલ વાહન અને સરકારી ફરજ ઉપરનાં વાહનો, ઓન ડ્યુટી અતી આવશ્યક સેવાનાં વાહનો અને અંતીમ વાહીનીને આ હુકમી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.