વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે બે દિવસની યાત્રા અંતર્ગત સિંગાપુર પહોંચ્યા. જ્યાં ત્રીજા ફિનેટક ઉત્સવમાં તેઓએ કહ્યું કે, ભારતમાં પણ એક વિત્તીય ક્રાંતિ ચાલી રહી છે અને 130 કરોડ લોકોના જીવન બદલી રહ્યાં છે. ફિનટેક એક ફાયનાન્સ અને ટેકનોલોજીનો ઉત્સવ છે. સિંગાપુર ફાયનાન્સનું ગ્લોબલ હબ છે. હાલ અમે દિવાળીનો તહેવાર મનાવ્યો. દિવાળીને આશા અને પ્રકાશના ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ દુનિયાનો સૌથી મોટો ફેસ્ટિવલ છે. ભારત અને સિંગાપુર મળીને આસિયાન દેશોના મધ્યમ અને નાના બિઝનેસમેનને જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
We see inspiring stories of extraordinary innovation changing ordinary lives. But, there is much to be done. Our focus should be on development for all through development of the marginalised: PM Modi in Singapore pic.twitter.com/BREP6dFQJy
— ANI (@ANI) November 14, 2018
મોદીએ કહ્યું કે આજે ટેકનિકની મદદથી ગ્લોબલ ઈકોનોમી બદલી રહી છે. નવી દુનિયામાં ટેકનીક જ સાચી તાકાત છે. 2014માં અમે વિકાસના સિદ્ધાંત પર સરકાર બનાવી. સરકારનો હેતુ છે કે દેશના દરેક વ્યક્તિ અને દૂર રહેતી એક ગરીબ વ્યક્તિને પણ યોજનાઓનો લાભ મળે. અમે કેટલાંક વર્ષોમાં 1.2 અબજ લોકોના બાયોમેટ્રિક ડેટા તૈયાર કર્યાં છે. અમે 30 લાખ નવા ખાતા ખોલ્યાં.
I say this to all the fintech companies and startups – India is your best destination: Prime Minister Narendra Modi delivering the keynote address at Singapore Fintech Festival #Singapore pic.twitter.com/3r2dapo3aB
— ANI (@ANI) November 14, 2018