સચોટ કસરત અને પોષણક્ષમ આહારની સાથો સાથ
કાલે વર્લ્ડ ડાયાબિટિશ ડે
તા.૧૪ નવેમ્બરે સમગ્ર વિશ્ર્વમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે મનાવવામાં આવે છે. ડાયાબિટીસથી થતા પ્રોબ્લેમ માટે લોકોને ઘણા પ્રશનો હોય છે જે આ લેખમાં સમજવામાં આવ્યા છે.
ડાયાબીટીસ એવી સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે તમારા શરીરના લોહીમાંની શર્કરાને યોગ્ય રીતે વાપરી શકે નહીં. આપણું શરીર ઊર્જા મેળવવા લોહીમાંની શર્કરા વાપરે છે. લોહીમાં શર્કરાના સ્તરો ત્યારે ઊંચા જાય છે જયારે આપણે રોટલી, ભાત, બ્રેડ, બટાકા, પાસ્તા, બિસ્કીટ, મીઠાઈ જેવા ખોરાક ખાતા હોઈએ.
* ડાયાબિટીસની પરિવાર પર અસર
ડાયાબિટીસને કાબુમાં રાખવા માટેની દવાઓ અને ઈન્જેકશનનો ખર્ચ બહુ વધારે હોય છે. જેનાથી પરિવારની આર્થિક સ્થિતિ પણ અસર થાય છે. એક સંશોધન પ્રમાણે ડાયાબિટીસના રોગથી પીડાતા, દર્દીમાંથી ૬૩ ટકા લોકો ગુસ્સો અને અન્ય માનસિક બીમારીનો ભોગ બને છે. ડાયાબિટીસ વાળી માતા તરફથી જન્મેલુ બાળક કદ વધારે પડતુ મોટું હોય છે. કારણ કે માતાના શરીરમાં રહેલા શર્કરા વધારે પડતા પ્રમાણના લીધે બાળકને ગર્ભમાં વધારે પડતુ શર્કરા મળે જેનાથી બાળકનું કદ અને જાડાપણું વધી જાય છે. જો ગર્ભવતી મહિલાને ડાયાબિટીસ હોય તો ડોકટર ટાઈમ કરતા પહેલા પ્રસ્તુતિ કરવાની સલાહ આપે છે.
* ફિઝીયોથેરાપીથી શું ફાયદો થાય ?
તનાવયુક્ત અથવા બેઠાડુ જીવન, ડાયાબિટીસનું સૌથી મોટું કારણ છે. એની સાથે શરીરનું જાડાપણું (વધારે વજન) ડાયાબિટીસને નોતરે છે. કસરત કરવાથી શરીરનો વજન ઘટે જેના લીધે ઈનસુલીન નામનો ઉત્સએચકથી થતું ડાયાબિટીસ ટાઈપ-૨ની શકયતા ઘટે છે. નિયમીત કસરત કરવાથી શરીરના ધિરાભિસરણતંત્રમાં આવેલી શર્કરાનું પ્રમાણ કાબુમાં આવે છે.
ડાયાબિટીસનું નિવારણ નથી પણ ફિઝીઓથેરાપીની કસરતથી ડાયાબિટીસને કાબુમાં લાવી શકીએ અને શરીરને સ્વસ્થ રાખી શકો છો. ફિઝીઓથેરાપી ડાયાબિટીસની સારવારમાં મહત્વનો ભાગ ભજવે છે.
* ફિઝીઓથેરાપી કરવાથી:-
– ઈન્સ્યુલિન વધુ સારી રીતે કામ કરી શકે
– તમારા વજનને નિયંત્રિતમાં રાખી શકો
– બ્લડ પ્રેશરને કાબુમાં રાખી શકો
– હૃદય રોગના તમારા જોખમને ઘટાડે
– તનાવ ઘટાડે
– કમરનો અને સાંધાનો દુખાવો ઘટાડે છે
– શરીરનું સંતુલન વધારે છે
– દવાનું પ્રમાણ ઘટાડે છે
ફિઝીયોથેરાપીસ્ટ સહઅસ્તિત્વશીલ ગૂંચવણો ધરાવતા લોકો માટે વિશિષ્ટ કસરતો ચૂજવે છે અને અમુક હલનચલન સાવચેત કરે છે જે તેમના સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોઈ શકે છે. શારિરીક કસરત માટે અસરકારક પરામર્થ કાર્ડિય-રેશપીરેટરી અને મસ્ક્યુલોસ્કેલેટલ ફિટનેસ બંનેને ખાતરી આપી શકે છે. ઉદાહરણ તરીકે, જોગિંગ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
* ડાયાબિટીસમાં ક્યાં પ્રકારની કસરત કરી શકો ?
આરામદાયક રીતે ચાલવાનું, સ્વીમીંગ, સાયકલિંગ, બાસ્કેટબોલ, ડાન્સિંગ, સ્કેટટિંગ વગેરે આ કસરત દરરોજની ૩૦ મીનીટ, ઓછામાં ઓછા જ દિવસ દર અઠવાડિયે કરી શકો.
ભારે વજન ઉંચકવો જેમ કે પાણીની બોટલ અથવા રેતીની થેલી વજનદાયક મશીનો, રેસીસ્ટન્સ બેલ્ય, શરીરના વજન સાથે થતી કસરતો જેમ કે, સીટ અપ્સ, સ્કઓટ્સ, પ્લેનકસ, પુશઅપ્સ, દરરોજની ૩૦ મિનિટ, ઓછામાં ઓછા ૪ દિવસ દર અઠવાડિયે કરી શકો.
જે વ્યક્તિ ડાયાબિટીસની સામે પોતાના રાજિંદા જીવનમાં લડત આપતા હોય અને ડાયાબિટીસ થયા બાદ શરીરમાં ફેરફાર થયા હોય તેવા વ્યક્તિ માટે ફિઝીઓથેરાપીની સાયન્ટિફિક પદ્ધતિ મુજબ સારવાર બાદ રાજિંદા જીવનના કાર્ય સરળતાથી થઈ શકશે અને શરીરમાં થયેલા ફેરફારને પણ અટકાવી શકો છો. ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા જણાવેલ સચોટ કસરત તથા પોષણક્ષમ આહાર નિયમીત અનુસરવાથી આયુષ્ય તો ખરું જ ! નિરોગી જીવન તમને મળે એ જ અમારો આશય છે.
અમેરિકામાં થયેલા એક સંશોધન મુજબ જાણવામાં આવ્યું છે કે, એરોબિક એકસરસાઈઝ ડાયાબિટીસની સારવારમાં અગત્યનો ભાગ ભજવે છે.